એસીબીના સ્પેશિયલ જજ એન.બી.પીઠવાએ લાંચ માંગનારાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી
જૂનાગઢ તા. ૧૮
તાજેતરમાં જૂનાગઢનાં નહેરૂ પાર્કમાં દવાખાનું ધરાવતા તબીબ જયચંદ્ર રતનપુરા પાસે તેમના ગેરકાયદેસર બાંધકામ બાબતે ૧૫ લાખ રૂપિયાની લાંચ માંગવાના કેસમાં એન્ટીકરપ્શન બ્યુરોના પોલીસ ઇન્સ્પેક્ટર દેવેન ધનાભાઈ ચાવડાની આગોતરા જામીન અરજી જૂનાગઢના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એન.બી. પીઠવા દ્વારા નામંજૂર કરી અને ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર એસીબીના સ્પેશિયલ જજ એન.બી. પીઠવાની કોર્ટે દ્વારા અપાયેલ ચુકાદાનું અવલોકન કરવામાં આવે તો ભ્રષ્ટાચારીઓ માટે આ સાયરન સમાન ગણી શકાય. આ દાખલારૂપ ચુકાદાથી આવનારા સમયમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરતા સરકારી અમલદારોમાં ફફટાટ ફેલાશે અને ભ્રષ્ટાચારી ઓ વિરૂધ્ધ નામદાર કોર્ટ કેટલા કડક હાથે કામ લઈ શકે છે તે આ ચુકાદા બાદ તમામ ભ્રષ્ટાચારીઓને ખ્યાલ આવી ગયો હશે તેમાં બેમત નથી.
આ ચુકાદા બાદ અનેક ભ્રષ્ટાચારીઓ અને ડી.ડી.ચાવડાના સાગરીતો અને તેમને બચાવવા પાછલા બારણે મથતા તેમના રાજકીય ટેકેદારોની પણ ઉંઘ હરામ થઇ ગયેલ છે. પ્રિન્સીપાલ સેશન્સ જજ અને એસીબીનાં સ્પેશિયલ જજે ભ્રષ્ટાચાર બાબતે ખૂબ જ કડક વલણ અપનાવી અને તેમના ચુકાદામાં અવલોકન કરેલ છે કે આરોપી ડી. ડી. ચાવડા એન્ટીકરપ્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે અને અને જે વ્યક્તિના હાથમાં ભ્રષ્ટાચાર અટકાવવાનો વિભાગ હોય તે જ માણસ ભ્રષ્ટાચાર કરે તો એવા માણસને સામે આગોતરા જામીન મંજુર કરવા બિલકુલ વ્યાજબી નથી. કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને સ્પષ્ટ જણાવેલ છે કે, ભ્રષ્ટાચાર માનવ અધિકારનું અવમુલ્યન કરે છે વિકાસને અવરોધે છે અને ન્યાયતંત્રને નબળું પાડે છે. સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ જે આપણી પૂર્વગ્રહ દૃષ્ટિના મૂલ્યો છે તેને નીચા કરે છે તેથી અદાલતની ફરજ છે કે ભ્રષ્ટાચાર કાયદાનું અર્થઘટન કરવું જાઈએ અને ભ્રષ્ટાચાર સામેની લડતને ખુજ મજબૂત બનાવવા માટે કામ કરવું પડશે. કોર્ટે આ જ ચુકાદાનું અવલોકન ટાંકીને એવું જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર એ દેશમાં સૌથી વધુ ચર્ચાતો વિષય માનવામાં આવે છે અને ભ્રષ્ટાચાર દરેક ક્ષેત્રમાં પ્રવેશેલ છે. જાહેર સેવા સાથે સંકળાયેલા અધિકારીઓએ લાંચ લેવી એક ગંભીર ગુના પૈકીનો એક અતિ ગંભીર અપરાધ છે. આવા ગુનાને વ્હાઈટ કોલર ગુનો કહેવાય, ઉપરાંત કોર્ટે એવું પણ નિરીક્ષણ કરેલું છે કે, છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશમાં વિવિધ રાષ્ટ્રનિર્માણ પ્રવૃત્તિ માટે સરકાર દ્વારા જંગી ખર્ચ સહિતની પંચવર્ષીય યોજનાની અમલવારી જાવા મળે છે પરંતુ તેમાં ભ્રષ્ટ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને ભ્રષ્ટ ઠેકેદારોએ જે પ્રમાણમાં કાર્ય કરવું જાઈએ તે પ્રમાણમાં કાર્ય કરેલ નથી. દેશે થોડી ઘણી પ્રગતિ કરેલ છે તે હકીકત છે પરંતુ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે રાખવામાં આવેલા નાણાંનો થોડો હિસ્સો વ્હાઈટ કોલર ગુનેગારો દ્વારા આચરવાનાં બનાવમાં ભ્રષ્ટાચાર શબ્દનો વ્યાપક અર્થ છે અને આપણા જીવનમાં તમામ ક્ષેત્રોમાં પહોંચી ગયેલ છે. કોર્ટે સુપ્રીમ કોર્ટના જગન મોહન રેડ્ડીનાં ચુકાદાનો હવાલો આપી સ્પષ્ટ જણાવેલ કે, આર્થિક ગુના દેશના સમગ્ર અર્થતંત્રને અસર કરનાર ગંભીર ગુના તરીકે ગણાય છે અને દેશના આર્થિક આરોગ્ય માટે ગંભીર ખતરા સમાન છે. આમ, ઉપરોક્ત ચુકાદાઓ અવલોકન કરી અને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે રૂ.૧૫ લાખની લાંચ માંગવાના કેસમાં આરોપી ડી.ડી. ચાવડાની આગોતરા જામીન અરજી રદ કરેલ છે.
જાગૃત નાગરીકો દ્વારા રાજ્ય સરકાર તેમજ લાંચ રૂશ્વત વિભાગના નિયમક કેશવ કુમારનો પણ આભાર માનેલ છે કે, સરકાર દ્વારા આ કેસને એક ખાસ દરજ્જો આપી અને આ કેસની ગંભીરતા સમજી અને સ્પેશિયલ પી.પી. ની નિમણુંક કરેલ છે. આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર દીપેન્દ્ર યાદવ દ્વારા પણ બહુ જ મહેનત લેવાઈ હતી અને તેમણે સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને ને કોર્ટને વિનંતી કરેલ કે, ભ્રષ્ટાચારના હાલના આરોપી લાંચ રૂશ્વત કચેરી વિભાગમાં અધિકારી તરીકે કામ કરે છે અને જે અધિકારીને લાંચ રૂશ્વત નિયમન કરવાની જવાબદારી હોય અને તે જ અધિકારી આવા કૃત્ય કરે તે ગંભીર કહેવાય અને આરોપી ડી.ડી.ચાવડા સીરીયલ ગુનો કરવા ટેવાયેલા છે. આ ગુનામાં કેટલા લોકો સામેલ છે તે તપાસ પણ જરૂરી છે.
આરોપીના અવાજના નમુના તથા અન્ય મહત્વપૂર્ણ પૂછપરછ કરવાની જરૂર છે તેવા સંજાગોમાં વાતચીત દરમ્યાન હાજર રહેલા લોકોનાં નિવેદનો ઉપરથી આરોપીની હાજરી સ્પષ્ટ થાય છે તેવા સંજોગોમાં સંપૂર્ણ તપાસ માટે આરોપીઓની કસ્ટડીમાં પૂછપરછ કરવાની જરૂર હોય આગોતરા જામીન નામંજૂર કરવા જાઈએ.
ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એન.બી. પીઠવાએ ભ્રષ્ટાચારના આરોપીના આગોતરા જામીન ના મંજુર કરતી વખતે ખુબ જ ગહનતાથી અને ગંભીરતાપૂર્વક અને ભ્રષ્ટાચારની આકરા શબ્દોમાં
આભાર – નિહારીકા રવિયા ઝાટકણી કાઢી તેથી ભ્રષ્ટાચારીઓમાં ભયનો માહોલ પેદા થયો કોર્ટના આવા કડક વલણથી ભ્રષ્ટાચાર સામે લડાઈ કરનાર જાગૃત નાગરિકો અને પ્રજામાં હર્ષનો માહોલ પેદા થયો છે અને આવનાર સમયમાં લાંચ લેનારાઓ લાંચ લેતાં પહેલાં એક વાર ડરશે તેમાં બે મત નથી.