જૂનાગઢનાં સરદારબાગ નજીક મેટાડોર-સ્કુટર વચ્ચે અકસ્માત : દંપતિ ખંડિત થયું

0


જૂનાગઢ તા.ર૦
જૂનાગઢ શહેરનાં સરદારબાગ નજીક સ્કુટર લઈને જતા દંપતિને મેટાડોર ચાલકે ઠોકર મારતા પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજ્યું હતું. પત્નીને સામાન્ય ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મેટાડોર ચાલક અકસ્માત સર્જી નાસી છુટ્યો હતો.
પોલીસમાંથી મળતી વિગત અનુસાર અરવિંદભાઈ જમનાદાસ પાણેરી અને તેમની પÂત્ન પ્રતિભાબેન જેતપુર લગ્નમાં ગયા હતાં. એસટીમાં પરત ફર્યા અને બસ સ્ટેશનમાં રાખેલ સ્કુટર લઈ ઘરે જવા નિકળ્યા હતાં. ત્યારે સરદારબાગ નજીક પહોંચતા આઈસર ફોરવ્હીલ વાહન જેના નં.જીજે ૦૬ એકસએકસ ૯૯૦૭નાં મેટાડોર ચાલકે સ્કુટરને ઠોકર મારતાં અરવિંદભાઈ પાણેરીનું માથું વ્હીલ નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જયારે તેમનાં પત્નીને સામાન્ય ઈજા થતાં તેમને સારવાર આપવામાં આવી હતી. અકસ્માતમાં મૃત્યું થવાનાં આ કરૂણ બનાવનાં પગલે તેમનાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. દરમ્યાન મૃતકનાં પુત્ર રાજેન્દ્રકુમાર અરવિંદભાઈ પાણેરી (ઉ.વ.૩૬, રહે.મધુરમ સોસાયટી) વાળાએ આઈશર ફોરવ્હીલ વાહનનાં ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!