જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીનીઓ માટે સેલ્ફ ડિફેન્સ તાલીમનો કાર્યક્રમ યોજાયો

0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીનીઓ માટે સેલ્ફ ડિફેન્સ તાલીમનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ તા. ર૦
જૂનાગઢ ખાતે વિદ્યાર્થી વિકાસ નિધી ટ્રસ્ટ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, સુરક્ષા સેતુ કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે કૃષિ યુનિવર્સિટી સ્પોર્ટસ્‌ ગ્રાઉન્ડમાં યોજાયેલ કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ બહેનોને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. આ તકે કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, બંને યુનિવર્સિટીના ઉપકુલપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક તથા એબીવીપીના હોદ્દેદારો ઉપસ્થિતરહ્યા હતા.