દેશ ભરમાં ડાન્સની દુનીયામાં ડંકો વગાડનાર મોનાર્કનું થશે ભવ્ય સન્માન

0

ગુજરાતની શાન અને જૂનાગઢનું ગૌરવ વધારી મોનાર્ક ત્રીવેદીએ દેશનો નંબર ૧ શો ડાન્સ પલ્સ સીઝન-૫ માં પોતાની ડાન્સ કલાથી નામ રોશન કર્યું છે ત્યારે મોનાર્કે ટોપ ૧૦ થી ગ્રાન્ટ ફીનાલે સુધી પોતાનું પરફોર્મન્સ આપી કરોડો દેશ વાસીઓનાં દિલ જીતી લીધા છે. ડાન્સની દુનીયામાં ડંકો વગાડનાર મોનાર્ક પ્રથમ વાર જૂનાગઢ આવી રહ્યો છે ત્યારે શહેરનાં અધિકારી ગણ, અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ શહેરીજનો મોનાર્કનું સ્વાગત સાથે ભવ્ય સન્માન કરશે. આ કાર્યક્રમમાં મોનાર્ક પોતાનું પરફોર્મન્સ આપશે અને લોકો સાથે સંવાદ કરશે તેમજ ગુજરાત અને જૂનાગઢ જિલ્લામાંથી તેને મળેલ અપાર પ્રેમ માટે આભાર વ્યકત કરશે. મોનાર્કનું સન્માન કરવા માટે અવસર પાર્ટી પ્લોટ, ખલીલપુર રોડ, જોષીપુરા ખાતે તા. ૭ નાં શનીવાર રાત્રે ૮ કલાકે કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

error: Content is protected !!