કોરોના મહામારી સંદર્ભે સ્વામીનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢ દ્વારા ગરીબ વર્ગના લોકો માટે ફૂડ કીટ બનાવવામાં આવી

0

જૂનાગઢ સ્વામીનારાયણ મુખ્ય મંદિર કુદરતી કે કૃત્રીમ આપત્તિઓમાં હમેશા લોકોને સહયોગી બની સેવાની સુવાસ ફેલાવે છે. પુર-દુષ્કાળ કે અછતના સમયે ફુડ પેકેટ બનાવવાથી માંડીને છાસનું વિતરણ કરવા સહિતનું સેવાકીય યોગદાન આપે છે. ત્યારે હાલ આ કોરોનાની મહમારીથી ગરીબ વર્ગના લોકો કે જે રોજ કમાઈને રોજનું ખાતા હોય તે લોકો મુશ્કેલીમાં મુકાયા છે તે વાતને ધ્યાનમાં લઇ જૂનાગઢના સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા ગરીબ વર્ગના લોકો માટે ફુડ કિટ બનાવવામાં આવી છે.  આ ફૂડ કીટ બનાવી જૂનાગઢ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે અને નગરપાલિકા દ્વારા ગરીબ વર્ગના લોકોના બનાવેલા લિસ્ટમાંથી કીટનું વિતરણ કરવામાં આવશે. ત્યારે ૭૫૦ કિલો ફૂડ કીટ બનાવવામાં આવી છે અને જરૂર મુજબ વધુ પણ બનાવવામાં આવશે તેવું કોઠારી સ્વામીએ જણાવ્યું હતું. આ તકે, કોઠારી સ્વામીએ હરિભકતોને અપીલ કરતા જણાવ્યું કે, કોરોના સંદર્ભે મંદિરે ન આવવા સાથે લોકડાઉન મુજબ સૌને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી.