સત્યમ સેવા યુવક મંડળ દ્વારા માસ્ક અને ઉકાળાનું વિતરણ કરાયું

જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ગઈકાલે પ્રમુખ મનસુખભાઈ વાજાનાં માર્ગદર્શન મુજમ કોરોના વાયરસ રક્ષણ માટે આયુર્વેદીક અમૃત પંચ ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ હતું. ભવનાથ પોલીસ સ્ટેશન, સી ડીવીઝન પોલીસ સ્ટેશન, સાબલપુર ચેક પોસ્ટ, મધુરમ ગેઈટ ચેક પોસ્ટ, મોતીબાગ ચેક પોસ્ટ, કાળવા ચોક ચેક પોસ્ટ, પોલીસ સ્ટાફ ભાઈઓ અને બહેનો અને સફાઈ કામદાર ભાઈઓ અને બહેનોને માસ્ક અને ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે રજનીભાઈ શાશ, શાંતાબેન બેસ, કેતનભાઈ નાંઢા, મનોજભાઈ સાવલીયા, કમશલેભાઈ ટાંક દ્વારા સેવા કરવામાં આવી હતી.

error: Content is protected !!