સોમનાથ મંદિર ઝેડ પ્લસ સુરક્ષાચક્ર કોરોના વાયરસ મહામારી સામે જવાનોને અપાયું અભેદ્ય સુરક્ષા સાવચેતી કવચ

0

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ગુજરાત રાજયનું પ્રથમ ઝેડપ્લસ સુરક્ષા કવચ ધરાવતું મંદિર હોય જે મંદિરે પોલીસ, જીઆરડી, એસઆરપી, સોમનાથ ટ્રસ્ટ સુરક્ષા સહીત અંદાજે ૩૦૦ જવાનો લોખંડી બંદોબસ્ત જાળવી રહયા છે.
સાંપ્રત વર્તમાન પ્રવાહમાં વિશ્વભરમાં કોરોના વાયરસ ચાલી રહયો છે ત્યારે સોમનાથ મંદિર સુરક્ષાનાં આ જવાનોને રેન્જ આઈજી મનિનંદર પ્રતાપસિંહ પવાર તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીનાં માર્ગદર્શન હેઠળ સોમનાથ મંદિર સુરક્ષાનાં નાયબ પોલીસ અધિક્ષક એમ.ડી. ઉપાધ્યાયની આગેવાનીમાં વહીવટી તંત્રનાં સહકારથી ફરજ ઉપરના કોઈપણ જવાનને ઈન્ફેકશન ન લાગે તે માટે ટેમ્પરેચર ગનથી મેડીકલ તપાસણી કરવામાં આવી હતી. તેમજ રોગ પ્રતિકારક આયુર્વેદીક ઉકાળો તમામને આપવામાં આવ્યો હતો. તેમજ શરીર ઉર્જા શકિત જળવાઈ રહે તે માટે મેડીકલ ટેબ્લેટ આપવામાં આવી હતી. અને સોમનાથ મંદિરની સુરક્ષા જળવાઈ રહે તેમજ સ્ફને મુશ્કેલી ન પડે તે માટે સ્ટાફને ફરજ ઉપર આવવા-જવા નજીકના સેન્ટરથી નિયત સમયે લાવવા લઈ જવા સુનિશ્ચિત વાહન પ્રબંધ સોમનાથ મંદિર સુરક્ષા નાયબ પોલીસ અધિક્ષક તરફથી આયોજન કરવામાં આવેલ છે.

error: Content is protected !!