લોકડાઉન બાદ અમુક લોકોની સામાજીક પરિસ્થિતિમાં પરિવર્તન આવતા જૂનાગઢ શહેરની સેવાભાવી સંસ્થાઓ સત્યમ સેવા યુવક મંડળ, જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને ઉપલા દાતાર બાપુની જગ્યા અને સેવાભાવી દાતાઓના સહયોગ દ્વારા જૂનાગઢ તાલુકાના ઇવનગર, થાણાપીપળી, વસપડા, સતકપરા એમ ચાર ગામોમાં રહેતા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દાહોદ વગેરેના ૪૦૦ થી ૫૦૦ જેટલા પરપ્રાંતિય મજૂર પરીવારોને ચારસો જેટલી રાશનની કીટ જેમાં ધઉં ,ખીચડી, દાળ, ચા, ખાંડ, તેલ, ડુંગળી, ટમેટા અને સાબુ જેવી જીવનજરૂરી ચીજ વસ્તુઓની કીટનું વિતરણ કર્યુ હતું. જેમાં જૂનાગઢના ન્યાયાધીશો પણ આર્થિક યોગદાન સાથે સેવાકાર્યમાં જોડાયા હતા. જૂનાગઢના પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ રિઝવાનબેન બુખારી, પૂર્વ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ડી.ટી. સોની, ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ એમ. એસ. સિંગલ, સિનિયર ડિવિઝન જજ આર. વી.લીંબાચીયા, જુનિયર ડિવિઝન જજ અલ્પાબેન કડીવાર, ડિસ્ટ્રિક્ટ જજ સી.વી. રાણા, જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના જિલ્લા સેક્રેટરી પી. એમ. આટોદરિયા જેવા સન્માનીય ન્યાયાધીશોએ નાતજાતના ભેદભાવ વગર લોકોને સેવાકીય હૂંફ આપેલ હતી. સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા, ઉપપ્રમુખ કમલેશભાઈ પંડયા, અલ્પેશભાઈ પરમાર સહિતના સેવાભાવી લોકોએ માનવતા મહેંકાવી હતી. ગોપાલભાઈ કડીવાર, એડવોકેટ પી.ડી. ગઢવી, પૂર્વ જિલ્લા આંકડા અધિકારી વખારીયા સહિતના સેવાભાવી દાતાઓ, જિલ્લા કાનૂની સેવા સતામંડળના સદસ્યો અને દાતાર સેવક બટુક બાપુ, ઉપલા દાતાર બાપુની જગ્યાના મહંત ભીમબાપુ અને અગ્રણી મુન્નાબાપુ સહિતના દાતાઓની દાતારીથી ૫૦૦ જેટલી રાશનકીટ તૈયાર કરી ચાર ગામના જરૂરિયાતમંદ લોકોને જે તે ગામના સરપંચ તેમજ જૂનાગઢ મામલતદાર અઘેરા, વંથલી મામલતદાર પડીયા, જૂનાગઢ મ્યુનિ. કમિશ્નર શ્રી તુષાર સુમેરા, આસિસ્ટન્ટ કમિશનર પ્રફુલ કનેરીયા તેમજ ન્યાયાધીશોની હાજરીમાં ઇવનગર, થાણાંપીપળી, વસપડા અને સતકપરા એમ ચાર ગામોમાં પાંચસો જેટલી રાશનની કીટનું સોશ્યલ ડિસ્ટન્સના નિયમો અનુસાર વિતરણ કર્યુ હતું.