જૂનાગઢ દાઉદી વ્હોરા સમાજની સરાહનીય કામગીરી

0

જૂનાગઢ વોરા સમાજ દ્વારા કોરોના વાયરસને લઇ ગરીબ વર્ગના લોકો, જરૂરિયાતમંદ લોકો સુધી ફરસાણ કીટનું ગઈકાલે વિતરણ કરાયેલ હતું. હાલ કોરોના વાયરસના મહામારીને લઈ જૂનાગઢ શહેરમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ વર્ગના લોકોને અનાજ કીટ હોય કે પછી નાસ્તો હોય તે વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે દાઉદી વ્હોરા સમાજ દ્વારા સકકરબાગ ઝુંપડપટ્ટી, ઝાંઝરડા રોડ ઝુંપડપટ્ટી તથા મજેવડી દરવાજાની ઝુંપડપટ્ટીમાં ફરસાણ કીટનું વિતરણ કરવામાં આવેલ હતું.