જૂનાગઢમાં મોર્નીંગ વોકમાં નિકળી અને કાયદાનો ભંગ કરતાં ૧૦૦થી વધારે વ્યકિતઓ સામે કાર્યવાહી

 

લોકડાઉન ચાલી રહ્યું છે તે દરમ્યાન મોર્નીંગ વોકમાં લોકો નીકળતાં હોય તેવી વ્યાપક ફરીયાદોનાં પગલે જૂનાગઢ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને અગાઉ ઝાંઝરડા રોડ ઉપર મોર્નીંગ વોક મેગા ઓપરેશન હાથ ધરતાં વધુ ર૦ વ્યકિતઓને ઝડપી લીધા હતાં. મોર્નીંગ વોક મેગા ઓપરેશનમાં છેલ્લાં ૩ દિવસ દરમ્યાન ૧૦૦થી વધારે વ્યકિતઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે આ તકે પોલીસે જણાવેલ છે કે મોર્નીંગ વોકમાં નિકળતાં અને કાયદાનો ભંગ કરતાં લોકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

error: Content is protected !!