લોકડાઉન છતાં પેટ્રોલ-ડીઝલ અને સોના-ચાંદીના ભાવોમાં ઉલ્ટી ગંગા વહે છે !

0

કોરોનાની વૈશ્વિક મહામારીએ દેશની જ નહીં બલ્કે દરેક દેશવાસીઓની આર્થિક કમર તોડી નાંખી છે. લોકડાઉનમાં ફિઝિકલ ખરીદી બંધ હોવા છતાં સોના-ચાંદીના ભાવો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. તો પેટ્રોલ-ડીઝલની ખરીદીમાં મોટાપ્રમાણમાં ઘટાડો નોંધાયો હોવા છતાં લિટરનો ભાવ યથાવત રહ્યો છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ માંગ કરતા પુરવઠો વધુ હોય તો કોઈપણ ચીજવસ્તુના ભાવમાં ઘટાડો થાય છે. પરંતુ લોકડાઉનમાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતથી ઉલ્ટી ગંગા વહે છે.
૨૫ માર્ચે દેશમાં ૨૧ દિવસનો લોકડાઉન જાહેર કરાયું હતું. એટલે કે ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી દરેક દેશવાસી ધંધા રોજગાર બંધ કરીને ઘરમાં બેસી ગયા હતા. ત્યારે ૨૫ માર્ચનો સ્ઝ્રઠ પ્રમાણે સોનાનો ભાવ જોઈએ તો ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૨,૨૦૦ રૂપિયા હતો. તેની સામે ૧૬ એપ્રિલનો ભાવ ૪૬,૯૪૬ એટલે કે ૪૭ હજાર રહ્યો હતો. બન્ને ભાવની સરખામણીએ સોનામાં ૪,૮૦૦ રૂપિયાનો વધારો ઝીકાયો છે. તે જ રીતે ચાંદીનો ભાવ ૪૧,૭૦૬ રૂપિયા હતો. તે વધીને આજે ૪૪,૦૭૦ પર પહોંચ્યો છે. એટલે કે ૨,૩૬૪ રૂપિયાનો ભાવવધારો થયો છે.
ગુજરાત યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના અધ્યાપિકા રંજનબેન ગોહિલે જણાવ્યું છે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે પુરવઠા કરતાં માંગ ઓછી હોય તો ભાવ ઘટે છે.લોકડાઉનના સમયગાળામાં સોના-ચાંદી, પેટ્રોલ-ડીઝલની માંગ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘટી ગઈ છે. તેથી આ ચીજવસ્તુઓના ભાવ ઘટશે, તેનો લાભ લોકોને થશે. જ્યારે જવેલર્સ એસોસિએશન અમદાવાદના ઉપપ્રમુખ જિગરભાઈ સોનીના મતે લોકડાઉન દરમિયાન ભારતમાં એક રૂપિયાની સોના-ચાંદીની ફિઝિકલ ખરીદી થઈ નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય ખરીદી હોવાનું સાંભળ્યું છે. ફિઝિકલ તો દેખાતી નથી. દેશની આર્થિક સ્થિતિ તો પડી ભાંગી છે, એટલે ખરીદી તો લાગતી નથી. પરિણામે ભારતનો રૂપિયો ગગડીને ૭૨ના ૭૭ રૂપિયા થઈ ગયો છે. જેથી વિદેશમાંથી ખરીદી કરી હોય પણ રકમ ચુકવવાની બાકી હોય તેમને નુકસાન થશે.
ક્રૂડ ઓઈલના ભાવ અંગે પેટ્રોલ પંપ સાથે સંકળાયેલી વ્યક્તિએ જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે ૮૦થી ૯૦ ટકા ખરીદીમાં ઘટાડો થયો છે. તેની સામે ભાવ યથાવત રહ્યા છે. એટલે કે ૧૬ માર્ચે જે ભાવ પેટ્રોલના એક લિટરના ૬૭.૧૬ અને ડીઝલના ૬૫.૧૯ રૂપિયા હતા. તે જ ભાવ આજે એક મહિના બાદ પણ જળવાઈ રહ્યા છે. આ જોતા અર્થશાસ્ત્રના સિદ્ધાંતો જળવાતા નથી. સમગ્ર દેશ લોકડાઉન હોવા છતાં માંગ અને પુરવઠાના આધારે કિંમતની થિયરી ઉંધી પડી ગઈ છે.

error: Content is protected !!