લોકડાઉનમાં નાના દુકાનદારો-ફેરીયાઓને છૂટછાટ આપવા માંગ

0

છેલ્લા દોઢ માસ થયા કોરોના વાયરસને કારણે લોકડાઉન થવાથી નાના નાના પેટનું રોળીયુ કમાતા રિક્ષાચાલકો, ઝેરોક્ષના ધંધાર્થીઓ, નાના-નાના સ્ટેશનરીવાળાઓ રેકડી ફેરવી ધંધો કરતા ફેરિયાઓની દર્શનીય હાલત છે. તેઓને ગુજરાત રાજ્ય સરકારે વિચારણા કરી કંઈક રાહત આપવી જોઈએ અને આરોગ્યને ચેડા ન થાય તેવા આ નાના ધંધાર્થીઓને છૂટછાટ આપવા નાના ધંધાર્થીઓની રાજ્ય સરકાર પાસે માંગ કરી રહ્યા છે. કોરોના વાયરસને કારણે એસટીમાં માસિક પેસેન્જરોના ભરેલા પૈસા હોવા છતાં પ્રજાહિતમાં એસટી બંધ છે. લોકોને લોકડાઉનમાં સાથ આપી રહ્યા છે. પરંતુ જે પેસેન્જર પાસવાળા લોકો છે તેમા ફેરિયાઓ છે, નોકરિયાતો છે અને નાના કારીગરો છે તેવા લોકોના પૈસા ભરેલા છે. તેવા માસિક પાસ પેસેન્જરોને મુદત વધારવા પેસેન્જર એસોસિએશનના પ્રમુખ પ્રવીણભાઈ સોલંકી તથા મહામંત્રી વિનુભાઈ મેસવાણિયાની ગુજરાત રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે.

error: Content is protected !!