પરપ્રાંતીય બાળકોને રમકડા અને નવા કપડા પોલીસ અધિકારીઓએ આપ્યા

0

ગીર સોમનાથ જિલ્લામાં શેલ્ટર હોમમાં રખાયેલા પરપ્રાંતીય શ્રમિકોના બાળકોને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને પોલીસ ફોર્સ દ્વારા રમકડાં અને નવા કપડાં આપી તેમનો ઉત્સાહ વધાવરા અને તેમનામાં ખુશીઓનો પુર્નઃસંચાર કરવા માટે ગીર સોમનાથ જીલ્લા પોલીસે અનોખી પહેલ કરી હતી. કોરોના વાઇરસે વિશ્વને પોતના ભરડામાં લીધું છે ત્યારે આપણા દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન કરવામાં આવેલ હતું જેના કારણે રાજ્ય ભરમાં કામ માટે આવેલ પરપ્રાંતિય શ્રમિકો અને તેમના બાળકોને તંત્ર દ્વારા અલગ અલગ શેલ્ટર હોમમાં રાખવામાં આવેલ હતા. પણ જ્યારે લોકડાઉનની અવધી વધારાઈ છે ત્યારે આ પરપ્રાંતીય શ્રમિકો અને તેમના પરિવાર પોતાના વતન જવા માટે વિહવળ બન્યા હતા. ત્યારે ગીર સોમનાથ જીલ્લાનાં પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા તેમના બાળકોની વિહવળતા દૂર કરવા માટે તેમને નવા કપડાં અને રમકડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગીર સોમનાથ ફિશરીસ કોલેજમાં શેલ્ટર હોમમાં રખાયેલ પરપ્રાંતીય પરીવારોને પોલીસ તંત્ર દ્વારા ભોજન અને તમામ બાકીની વ્યવસ્થા કરવામાં આવી છે. અને તેમને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેનું ધ્યાન રાખવા માટે પોલીસે બાળકોનું મન પરોવાઈ રહે તેના માટે કપડાં અને રમકડાં આપી અને તેઓમાં ઉત્સાહનો સંચાર કરવા માટે પોલીસે ઉમદા કામગીરી કરી હતી.

error: Content is protected !!