મારા પેટનાં દુઃખાવાનું નિરાકરણ મેં હેલ્પ લાઇન નંબર ૧૧૦૦થી મેળવ્યું

0

જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં રહેતા મુક્તાબેનને અચાનક પેટમાં દુઃખાવો ઉપડે છે. લોકડાઉન સ્થિતીમાં બહાર જવાની મુશ્કેલી છે. દવા અને તુરંત સારવાર લેવી ખુબ જરૂરી છે. ત્યારે મુક્તાબેનને આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાં સંદર્ભે કાર્યરત કરાયેલ હેલ્પલાઇન નંબર ૧૧૦૦ ઉપર સંપર્ક સાધ્યો. અને મુકતાબેનને દુઃખાવાનું નિરાકરણ મળી ગયું.
હેલ્પ લાઇનમાં નિષ્ણાંત તબીબ દ્વારા માર્ગદર્શન અપાયું ઘરેલુ ઉપચાર બતાવ્યા, મુક્તાબેને ડોક્ટરની સલાહ મુજબ ઉપચાર કરતાં તેમનાં પેટનાં દુખાવાનું નિરાકરણ થયુ. આરોગ્ય વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર ૧૧૦૦ પર સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળરોગ, ફીજીશ્યન, સ્કીન ડિઝીસ, જનરલ સર્જરી, સહિત વિવિધ ફેક્લટીનાં તબીબોની ટીમ કાર્યરત છે.
આ ડોક્ટરો ઓનલાઇન દર્દીઓની મુશ્કેલી જાણી માર્ગદર્શન આપવા સાથે દર્દીનાં દુઃખનું નિવારણ કરે છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. ચેતન મહેતાએ જણાવ્યું હતું. લોકડાઉનમાં જૂનાગઢ જિલ્લાના લોકોને સેવાનો લાભ લેવા ડો. મહેતાએ અનુરોધ કર્યો છે.