ગીર સોમનાથમાં જાહેરનામા ભંગ બદલ ૮૧ લોકો સામે ગુનાઓ નોંધાયા, ૧૯ વાહનો ડીટેઇન કરાયા

0

ગીર-સોમનાથ જીલ્લા પોલીસે જાહેરનામાનો ભંગ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે વધુ ૮૧ જેટલા લોકો સામે ૫૩ ગુના નોંધેલ છે. ૧૯ જેટલા વાહનો ડીટેઇન કરેલ હતાં. જયારે ડ્રોન કેમેરા થકી ૮ જેટલા લોકો વિરૂધ્ધ ૫ ગુના નોંધી કડક કાર્યવાહી હાથ ધરી રૂ.૨૩,૯૦૦ નો દંડ વસુલ કરેલ છે. ગીર-સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠીની સુચનાથી લોકડાઉનની કડક અમલવારીના આદેશ બાદ ગીર સોમનાથ જીલ્લાના દરેક તાલુકામાં પોલીસની જુદી-જુદી ટીમોએ કાર્યવાહી હાથ ધરી છે. કવોરન્ટાઇન ભંગ તથા બેદરકારીભર્યા વર્તન કરતા લોકો સામે આઇ.પી.સી. કલમ ૧૮૮, ર૬૯, ર૭૦, ૧૪૩, ૧૪૪, ૧૪પ તથા એલ્ડેમીક ડેઇસેસ એકટ ર૦૦પ મુજબ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ર૦૦પ મુજબના ગીર સોમનાથ જીલ્લાના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં કુલ ૮૧ જેટલા લોકો સામે ૫૩ ગુનાઓ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી છે. જયારે મોટર વ્હીકલ એકટ ર૦૭ મુજબ ૧૯ વાહનો ડીટેઇન કરી કુલ રૂ.૨૩,૯૦૦ નો દંડ વસુલ કરેલ છે. જયારે ડ્રોન કેમેરાની મદદથી લોકડાઉનમાં ભંગ કરનાર ૮ લોકો સામે ૫ ગુના નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે.

error: Content is protected !!