ભેંસાણ માર્કટીંગ યાર્ડમાં ચેરમેને હરરાજીનો પ્રારંભ કરાવ્યો : ખેડૂતો ખુશ

લોકડાઉન બાદ લાંબા સમય પછી ભેસાણ માર્કટીંગ યાર્ડને ખૂલ્લું મુકવામાં આવ્યું છે. યાર્ડનાં ચેરમેને હરરાજી શરૂ કરાવી હતી. જેને લઈને ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. ભેસાણ યાર્ડનાં ચેરમેન નટુભાઈ પોંકીયાએ ઘઉંની હરરાજીનો પ્રારંભ કરાવ્યો હતો. સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે સર્કલ પણ કરવામાં આવ્યા હતા. વર્તૂળોમાં જ ખેડૂતો અને વેપારીઓને ઉભા રહેવા માટે ભાર મુકવામાં આવ્યો હતો. વધુમાં ચેરમેન પોંકીયાએ લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે, જે લોકો યાર્ડમાં આવે તે રૂમાલ કે માસ્ક બાંધીને જ આવે અને સામાજીક અંતર જાળવી રાખે એવી અપીલ કરી છે.

error: Content is protected !!