૫ોલીસ કોન્સ્ટેબલથીમાંડી ડીજીને એક સમાન રૂ.૧ લાખનું ભથ્થુ ચુકવવા માંગ

0

કોરોનાનો કેર દિન પ્રતિદિન વધતો જાય છે. કોરોનાના સંકજામાં તબીબો સહિત પોલીસ કર્મચારીઓ સપડાતા જાય છે. તેને ધ્યાને લઇને જ પોલીસ કર્મચારીઓને ન્યાય માટે લડત ચલાવતાં ગુજરાત પોલીસ પરિષદે ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓના ટેસ્ટ કરાવવાથી માંડીને કપરી પરિસ્થિતિમાં ૧૨થી ૧૪ કલાક ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલથી માંડીને ડાયરેકટર જનરલ ઓફ પોલીસ ( ડીજી )ને એકસમાન એક લાખનું ભથ્થુ ચુકવવા માટેની માંગણી કરી છે.
આ અંગે ગુજરાત પોલીસ પરિષદના પૂર્વ પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું છે કે, ગુજરાતમાં એક પછી એક પોલીસ કર્મી કોરોનાના સંકજામાં આવતો જાય છે. અત્યારસુધીમાં ૧૦ જેટલાં પોલીસ કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યો છે. જેમાં સોલા હેબતપુર પાસે ફરજ બજાવતાં કોન્સ્ટેબલ, કાલુપુરના બે ટ્રાફિક પોલીસ જવાન સહિત કાલુપુર પોલીસ સ્ટેશનના કર્મચારી ઉપરાંત ખાડિયા સી ટીમ, નવરંગપુરા તેમ જ ડભોઇમાં પોલીસ કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યા છે. છતાં ભય અને દહેશત વચ્ચે પોલીસ ફરજ બજાવી રહી છે. જેથી સૈ પ્રથમ સરકાર દ્રારા ગુજરાતના ૧.૨૦ લાખ પોલીસ કર્મચારીઓના ટેસ્ટ કરાવવા જોઇએ. અને કોરોના પોઝીટીવ પોલીસ કર્મચારીઓને કવોરોન્ટાઇન કરવાની માંગણી કરી છે.
વધુમાં જણાવ્યું છે કે, લોકડાઉનમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં તમામ પોલીસ કર્મચારીઓ પોલીસ કોન્સ્ટેબલથી માંડીને ડી.જી. સુધી ભેદભાવ રાખ્યા વગર તમામને એકસમાન ૧ લાખનું વિશેષ વળતર ભથ્થું સરકાર ચુકવવા વહેલીતકે નિર્ણય કરે તેવી પણ માંગ તેમણે કરી છે.

error: Content is protected !!