જૂનાગઢ જીલ્લામાં ૪૩૩ એકમો ચુસ્ત નિયમ સાથે આજથી ધમધમતા થશે

0

જૂનાગઢ સહીત ગુજરાત રાજયભરમાં આજથી કેટલીક છુટછાટો પ્રાપ્ત થઈ છે. જૂનાગઢ જીલ્લામાં ૪૩૩ ઔદ્યોગીક એકમો તથા જુદા જુદા વેપારીને સાંકળી લઈ મંજુરી આપવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ અને કેટલીક છુટછાટો આજથી જારી કરવામાં આવી છે જેમાં કોવીડ-૧૯નાં ચેપ નિયંત્રણ કામગીરી સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓ, અધિકારીઓ, જૂનાગઢ કલેકટર તંત્ર, પંચાયત તંત્ર, નગરપાલિકા, મહાનગરપાલિકાની આવશ્યક સેવાઓ, પોલીસ, ગેસ, ઈલેકટ્રીક સીટી સાથે જોડાયેલી કચેરીઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે. સોશ્યલ ડીસ્ટન્સીંગ અને આરોગ્ય સુરક્ષાનાં પુરતા પ્રબંધ કચેરીઓ દ્વારા કરવાનાં રહેશે. દરેક કર્મચારીએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે. સેનીટરાઈઝડ માટે વ્યવસ્થ કરવી પડશે. સેલ્ફ સોશ્યલ ડીસ્ટન્ટ જાળવવાનું રહેશે. આમ ગુજરાત સરકાર દ્વારા કેટલીક ટ્રેડમાં છુટછાટો જાહેર કરવામાં આવી છે. હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયેલા વિસ્તારોની કચેરીઓ ચાલુ નહી કરાય તેમ જાણવા મળેલ
છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં હજુ સુધી કોરોનાનો કેસ નોંધાયેલો ન હોય તંત્રની સાથે લોકોએ પણ રાહતનો દમ લીધો છે. દરમ્યાન આરોગ્ય વિભાગે ગઈકાલે રવિવારે ૧૪ જેટલા સેમ્પલો લીધા છે તે મળી તેનાં રીપોર્ટ આવવાનાં બાકી છે. દરમ્યાન આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતાં જુદા જુદા આવશ્યક પ્રકારનાં ૪૩૩ એકમોને તંત્રએ મંજુરી આપી છે ત્યારે આજથી ફરી એકમો ધમધમતા થશે અને એકમોમાં સોશ્યલ ડીસ્ટન્સ સહીતનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવું ફરજીયાત કરવામાં આવેલ છે. અને જરાપણ ચુંક થશે તો એકમની મંજુરી રદ કરવા સુધીનાં પગલા લેવામાં આવશે. દરમ્યાન આવશ્યક ચીજવસ્તુનું ઉત્પાદન કરતાં એકમોની ૪૯ર અરજી આવી હતી. જેમાંથી ૪૩૩ અરજીને મંજુરી આપવામાં આવી છે ત્યારે મંજુરી આપેલા એકમો આજથી ધમધમતા થઈ રહયા છે.

error: Content is protected !!