જૂનાગઢ જીલ્લાનાં ૩૧૮૭૯૭ રેશનકાર્ડ ધારકોને વિનામુલ્યે અનાજ યોજનાનો લાભ અપાયો

0

જૂનાગઢ જીલ્લાનાં ૩૧૮૭૯૭ રેશનકાર્ડ ધારકોને માટે એપ્રિલ દરમ્યાન સરકારની વિનામુલ્યે ખાંડ, મીઠું, ચણાદાળ વગેરેને નિયત કરેલ માત્રામાં વિનામુલ્યે યોજના અંતર્ગત જૂનાગઢ જીલ્લાનાં રેશનકાર્ડ ધારકોને લાભ આપવામાં આવ્યો છે. જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીની સુચના અને જીલ્લા પુરવઠા અધિકારી નિલેશ ગોવાણી તેમજ જીલ્લા પુરવઠા ઈન્સ્પેકટર એમ.એસ.ભેસાણીયાનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા રેશનીંગની દુકાનનાં સંચાલકોનાં સહયોગથી કામગીરી કરવામાં આવી છે અને એકંદરે કામગીરી પ્રસંશનીય રહી છે.
કોરોનાનાં સંક્રમણને ખાળવાનાં ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રથમ ર૧ દિવસનાં લોકડાઉન બાદ બીજા તબક્કાનાં ૧૯ દિવસનાં લોકડાઉન જારી કરવામાં આવેલ છે. લોકડાઉનનાં દિવસો દરમ્યાન ધંધો-રોજગાર બંધ હોય તેવી સ્થિતીમાં દરેક વર્ગના લોકોને જેમાં કામદારથી લઈ કારખાનાનાં માલીક સુધીનાં સર્વેક્ષેત્રનાં કામદારો, માલીકો, વેપારીઓ, મજુરવર્ગ, ખેડુતો સહિત તમામ ક્ષેત્રને ભારે અસરકર્તા બનેલ છે. લોકડાઉનમાં આર્થિક તંત્ર ખોરવાઈ ગયું છે. બીજી તરફ વર્તમાન સ્થિતીને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા સવિશેષ સહાયકારી યોજનાઓ જારી કરવામાં આવેલ છે અને જેનો લાભ અસરગ્રસ્તોને મળી રહ્યો છે. ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા રેશનીંગની દુકાનોએથી એપ્રિલ માસ દરમ્યાન આવશ્યક ચીજવસ્તુઓ જુદી-જુદી કેટેગરી ધરાવતાં રેશનકાર્ડ ધારકોને વિનામુલ્યે આપવાની યોજના જારી કરી છે. આ યોજના અંતર્ગત મધ્યમવર્ગનાં લોકોને પણ આવરી લેવામાં આવેલ છે. ગુજરાત સરકારની યોજના અંતર્ગત રાજયનાં અન્ન અને નાગરીક પુરવઠા વિભાગે આપેલી ગાઈડલાઈન મુજબ વિનામુલ્યે આવશ્યક ચીજવસ્તુઓ આપવાની યોજનાનો ૧૪ એપ્રિલથી પ્રારંભ થયો છે. એપ્રિલ સુધીમાં રેશનકાર્ડ ધારકોને વિતરણ કરી દેવાની સમય મર્યાદા નિયત કરવામાં આવી હતી. જયારે બાકી રહી ગયેલા રેશનકાર્ડ ધારકોને ૧ર એપ્રિલનાં ચીજવસ્તુઓ આપવાનો દિવસ નિયત કરવામાં આવ્યો હતો. જૂનાગઢ જીલ્લામાં રેશનકાર્ડ ધારકોને વિનામુલ્યે આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવેલ છે અને સારી વ્યવસ્થાનાં કારણે જીલ્લા પુરવઠા તંત્રની પ્રસંશનીય કામગીરી રહી છે. જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીની સુચના અને રાજય સરકારની ગાઈડલાઈન મુજબ થયેલ કામગીરીની વિગતો આપતાં જૂનાગઢ જીલ્લા પુરવઠા અધિકારી નિલેશ ગોવાણી તથા જીલ્લા પુરવઠા ઈન્સ્પેકટર મનસુખભાઈ ભેંસાણીયાએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે સરકારની માર્ગદર્શિકા અને કલેકટરશ્રીનાં માર્ગદર્શન હેઠળ રેશનકાર્ડ ધારકોને આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ ખુબ જ સારી રીતે કરવામાં આવેલ છે. જીલ્લાનાં કુલ ૩૧૮૭૯૭ રેશનકાર્ડ ધારકોને ઘઉં ૩૭૦૧.૯ (મે.ટન), ચોખા ૧પ૧૪.૩૮ (મે.ટન), ખાંડ ર૯૭.ર૬ (મે.ટન), મીઠું ર૦ર.ર૬ (મે.ટન), ચણાદાળ રપ૬.ર૬ (મે.ટન)નો જથ્થો વિતરણ કરવામાં આવેલ છે. પુરવઠા વિભાગનાં હેડ કલાર્ક જયેશ અનડા અને જીલ્લા / તાલુકા પુરવઠા કચેરીનાં સ્ટાફ દ્વારા વ્યવÂસ્થત આયોજન કરી અને રેશનીંગની દુકાનનાં સંચાલકોનાં સહયોગથી આ કામગીરી ખુબ જ સારી રીતે અને સુદૃઢ વ્યવસ્થા સાથે પુરી કરવામાં આવી હોવાનું જણાવી જૂનાગઢ જીલ્લાનાં વિવિધ કેટેગરીમાં આવતાં રેશનકાર્ડ ધારકોને વિનામુલ્યે યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. તેમ જીલ્લા પુરવઠા અધિકારી નિલેશ ગોવાણીએ જણાવ્યું હતું.

error: Content is protected !!