ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાગ્રસ્ત એકમાત્ર ૫૫ વર્ષીય મહિલાએ કોરોનાને મહાત આપી

0

કોરોનાના વઘી રહેલ કહેર વચ્ચે પવિત્ર સોમનાથ ભૂમિ કોરોના મુકત બની હોવાનો રાહતરૂપી સુખદ સમાચાર સામે આવ્યા છે. ગીર સોમનાથના વેરાવળમાં કોરોનાના પોઝીટીવ આવેલ ૫૫ વર્ષીય મહિલાએ કોરોનાને મહાત આપી સ્વસ્થ થઇ જતા ગઈકાલે મોડી સાંજે સીવીલ હોસ્પીટલમાંથી મહિલાને રજા આપી દેવાઇ હતી.
ગુજરાતમાં કોરોનાનો વ્યાપ વધી રહયો હોય તેમ છેલ્લા થોડા દિવસોમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહયો હોવાથી લોકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. દરમ્યાન સોમનાથ મહાદેવની ભૂમિ ઉપરથી તંત્ર અને લોકો માટે રાહતરૂપી સમાચાર આવ્યા છે. જેમાં ગીર સોમનાથ જીલ્લાના વેરાવળના ચારચોકમાં પતિ- પત્ની આહમદભાઇ જમાદાર (ઉ.વ.૬૫) અને તેમના પત્ની બીલ્કીશબેન (ઉ.વ.૫૯) કોરોના પોઝીટીવના બે દર્દીઓ સીવીલના આઇસોલેશન વોર્ડમાં સારવારમાં હતા તે પૈકી આહમદભાઇ સ્વસ્થ થઇ જતા તેમને પાંચેક દિવસ પૂર્વે રજા આપી દઇ ઘરે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના પત્ની બીલ્કીશબેન ગત તા.૨૯ માર્ચથી સારવારમાં હતા. જયાં સીવીલના આઇસોલેશન વોર્ડમાં સર્જન ડો.જીજ્ઞેશ પરમાર, એમડી ડો. ચીરાગ સોંદરવા, એનેસ્થેંટીક ડો. ભરત રાવલીયા, માઈક્રોબાયોલોજીસ્ટ ડો. ચિરાગ ઘોઘારી, ડો. રજનીકાંત જાલોંધરાની ટીમે સતત ૨૩ દિવસ સુધી સઘન સારવાર આપી હતી. આ સારવાર દરમ્યાન બિલ્કીશબેનના પાંચ વખત ફોલોપ રીપોર્ટ કરાયા હતા. જેમાં ત્રણ રીપોર્ટ પોઝીટીવ આવેલ જયારે છેલ્લા બે દિવસમાં કરાયેલા બંન્ને ફોલોપ રીપોર્ટ નેગેટીવ આવેલ હતા. જેથી બિલ્કીશબેન સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા ગઈકાલે મોડી સાંજે સીવીલના સ્ટાફ દ્વારા તેમને રજા આપી દેવામાં આવી હતી. બીલ્કીશબેનને ૧૪ દિવસ સુધી ઘરમાં હોમકોરોન્ટાઇન રહેવાની સુચના આપી ઘરે જવા દેવાયા હતા. આમ ગીર સોમનાથ જીલ્લામાં બહાર આવેલ કોરોનાના કોરોના પોઝિટિવ કેસના બંન્ને દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા હોવાથી ગીર સોમનાથ જીલ્લો કોરોનામુક્ત બન્યો
છે.

error: Content is protected !!