ઓઝત નદીમાં ડુબી જતાં યુવાન અને બાળકનું મોત

0

વંથલી નજીક ઓઝત નદીમાં ડુબી જવાથી એક યુવાન અને એક બાળકનું મોત નિપજયું હતું. વંથલીમાં રહેતાં અતિક ઈકબાલભાઈ સોઢા (ઉ.વ. ૧૯) અને જૂનાગઢમાં રહેતી તેમની પિતરાઈ બહેન આરઝુ શબીરભાઈ પડાયા (ઉ.વ. ૭) વંથલી નજીકથી પસાર થતી ઓઝત નદીમાં ન્હાવા પડયા હતાં. એ સમયે પાણીમાં ગરક થઈ થઈ ગયા હતાં અને બંનેનાં મોત નિપજતા પરીવારજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યું હતું.