લોકડાઉનમાં લોકકાર્ય અર્થે જેતપુરની મુલાકાત લેતા સાંસદ રમેશભાઈ ધડુક

0

કોરોના વાયરસના સંક્રમણને મહાત કરવા સમગ્ર દેશમાં લોકડાઉન છે અને આ કોરોનાથી સમગ્ર માનવ જાતિને બચાવવા સરકાર દ્વારા અસરકારક પગલા લેવાઇ રહ્યાં છે તેના તકેદારીરૂપે જેતપુર શહેરના સાંસદ રમેશભાઈ ધડુકે લોકકાર્ય અર્થે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીના લોકડાઉન સમયમાં લોકોની વ્યક્તિગત મુલાકાત લઇ જેતપુરના લોકોની કોઈ મુશ્કેલીઓ હોય તો તે જાણવાનો મારો આ સંનિષ્ઠ પ્રયાસ છે અને કોરોના વાયરસથી બચવા માટે લોક સમુદાય નિયમનું પાલન કરી રાષ્ટ્રના આ કાર્યમાં સહયોગી બની રહ્યા છે તેવા જેતપુરમાં મેં લોકોની અને વિવિધ સ્થળોની વ્યક્તિગત મુલાકાત કરી છે ત્યારે જેતપુરનો મુખ્ય સાડી ઉદ્યોગ છે તે વહેલી તકે ચાલુ થઈ શકે તે અંગે પણ રજૂઆતો આવેલી હતી તે અનુસંધાને રાજકોટ કલેકટરને તેમજ સરકારમાં પણ ઘટતું કરવા એક સાંસદ તરીકે ભલામણ કરેલ છે. સાંસદ રમેશભાઈ ધડુકે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિયેશનના હોદ્દેદારોની મુલાકાત લીધી હતી તેમજ સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા મજૂરોની સ્થિતિની વિગત પણ જાણી હતી. આ ઉપરાંત ઉદ્યોગપતિ રાજુભાઇ હિરપરા, મનસુખભાઈ ખાખરીયા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન સખરેલિયા, સુરેશભાઈ સખરેલીયા, પુર્વ મંત્રી જસુમતીબેન કોરાટ તેમજ સામાજિક અગ્રણી ઉમેશભાઈ પાદરીયા, જયસુખભાઇ પાદરીયા, નાગજીભાઈ રામાણી ઉપરાંતના નિવાસસ્થાને જઈ વ્યક્તિગત મુલાકાત કરી પ્રવર્તમાન વિગતો મેળવી હતી. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા કાર્યરત નવાગઢ રામૈયા હનુમાન રાહત સેવા રસોડાની મુલાકાત અને સુરેશભાઈ સખરેલિયા તેમજ રમાબેન મકવાણા દ્વારા ચાલતા રાહત સેવા રસોડાની મુલાકાત પણ સાંસદે લીધી હતી અને આ સેવા કાર્યમાં જોડાયેલા સેવાભાવીઓને પણ સાંસદ રમેશભાઈએ કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સનો જે નિયમ છે તેને જાળવીને દેશ અને માનવ કલ્યાણ માટે રાષ્ટ્રધર્મ નિભાવવા અપીલ કરેલ હતી. જેતપુરની સાંસદની મુલાકાત સમયે બટુકભાઈ પાંભર, વિપુલભાઈ સચાણીયા, રામભાઈ ખાચરિયા, રમેશભાઈ જોગી તેમની સાથે રહ્યા હતા.

error: Content is protected !!