ગીરગઢડા તાલુકાનાં ધોકડવા ગામે પોલીસનું સઘન પેટ્રોલીંગ

0

કોરોના વાયરસનાં સંક્રમણ ન ફેલાય અને બજારમાં બપોર સુધી લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સન જળવાઈ રહે લોકડાઉનનું પાલન થાય તે માટે ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામમાં ગીરગઢડા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ છે. પીએસઆઇ અધેરા અને પોલીસ સ્ટાફ દ્વારા દુકાનદારો, શાકભાજીની લારીઓ વાળાને સુચનાઓ આપવામાં આવી હતી અને ખોટી રીતે બજારમાં ફરી રહેલા લોકો ઉપર કડક કાર્યવાહી કરી હતી. જ્યારે બહારથી આવતા વાહનો અને લોકોનું પણ પોલીસ દ્વારા અલગ-અલગ જગ્યાએ ચેક પોસ્ટ ઉપર સતત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.