કોડીનાર પોલીસ સ્ટેશનમાં ડિસઈન્ફેક્શન મશીન મુકાયું

0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા સરકાર અને સંસ્થાઓ અનેક સ્તરે કાર્યો કરી રહી છે. દરમ્યાન ગીર સોમનાથ જીલ્લાના વિઠલપુર ગ્રામ પંચાયતના સરપંચ પ્રતાપ મહિડાએ તાલુકા મથક કોડીનાર પોલીસ સ્ટેશન માટે ડિસઈન્ફેકશન મશીન પીઆઇ ભરવાડને અર્પણ કર્યુ છે. કોડીનાર પોલીસ સ્ટેશનમાં સ્ટાફ તથા લોકોની અવર જવર સામે રક્ષણ મળી રહે તે હેતુસર પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વાર ઉપર ડિસઈન્ફેકશન મશીન મુકવામાં આવ્યુ છે.