ગીર-સોમનાથ જીલ્લાનાં ૪ શંકાસ્પદ દર્દીના રીપોર્ટ નેગેટીવ આવ્યા

0

ગીર-સોમનાથ જીલ્લામાંથી કોરોના શંકાસ્પદ ચાર દર્દીઓના નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ હતા. ગઈકાલે આ ચારેયના રીપોર્ટ નેગેટીવ આવેલ છે. જયારે સીવીલના આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલ કોરોનાગ્રસ્ત મહિલા દર્દીના નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ હતો. જે ફોલોપ રીપોર્ટ ગઈકાલે નેગેટીવ આવેલ છે. ગઈકાલે ફરીવાર કોરોનાગ્રસ્ત મહિલા દર્દીનો બીજા રીપોર્ટ માટે નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે. આ ઉપરાંત અન્ય બે શંકાસ્પદ દર્દીનાં નમુના પણ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે. ક્વોરોન્ટાઇન ફેસેલીટી ખાતે ૨૮ પેસેન્જરોને રાખવામાં આવેલ છે.