ભેંસાણ યાર્ડમાં ૪૦૦ કિવન્ટલ ઘઉંની જબ્બર આવક

0

ભેસાણ માર્કટીંગ યાર્ડ શરૂ થયું છે. પ્રથમ દિવસે ઘઉંની હરરાજી સાથે યાર્ડનાં ચેરમેને હરરાજીનો પ્રારંભ કરાવ્યો હતો. યાર્ડનાં ચેરમેન અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે પ્રારંભનાં બે દિવસમાં કુલ ૪૦૦ કિવન્ટન ઘઉંની આવક નોંધાય છે. ધાણા, જીરૂ અને ઈસબગુલની પણ હરરાજી શરૂ કરાઈ છે. તેમજ બુધવારે અને ગુરૂવારે મગફળી અને કપાસની હરરાજી થશે. વધુમાં પોંકીયાએ જણાવ્યું હતું કે યાર્ડમાં આવતા દરેક લોકો મોં ઉપર રૂમાલ કે માસ્ક બાંધીને આવવું ફરજીયાત નકકી કરવામાં આવ્યું છે અને સામાજીક અંતર જાળવવું પણ દરેક માટે જરૂરી છે.