તમાકુ-ગુટકાનું વ્યસન છોડવા જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટનું સરાહનીય પગલું

0

તમાકુ ,ગુટકાના બંધાણીઓ માટે કપરો સમય ચાલી રહ્યો છે. કેટલાકને કબજિયાત છે. અને આ કબજિયાતનો ગુસ્સો ઘર આખાના વાતાવરણને ડહોળી નાખે છે. કેટલાકને પેટમાં દુઃખાવો, શરીર તૂટવું, કાંઈ ન ગમવું, એકાગ્ર ન થઈ શકવું જેવા તમાકુના બંધાણીને તમાકુ ન મળવાથી થતા ચિન્હો છે. એવુ નથી કે ગુટખા મળતા જ નથી, સરકારના ઘણા પ્રયત્નો છતાંય રૂ. ૨૦ ની વસ્તુઓ રૂ. ૪૦ થી ૮૦ માં મળે છે. હોમ ડીલીવરી થાય છે. પણ સિક્કાને સારી બાજુ જુઓ તો ઘણાને તમાકુના બંધનમાંથી બહાર નીકળવું છે ઘણાએ એ માટેના પ્રયત્નો પણ કરેલ છે. વ્યસન છોડી પણ શકાય છે. વ્યસનમુક્તિ માટે અને કેન્સરના વહેલા નિદાન માટે વચનબદ્ધ જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ તરફથી ૩૧ મે ૨૦૨૦ તમાકુ નિષેધ દિવસના રોજ મેજિક મિકસ મુખવાસ-૫૦૦૦ પેકેટનું મફત વિતરણ કરી વર્લ્ડ રેકોર્ડ નોંધાવેલ છે. તે ડબ્બી ઉપર આ મિકસચર ઘરે કેવી રીતે બનાવી શકાય તે પણ લખેલું છે. જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ સ્પૂન ફીડિંગમાં માનતું નથી. જેને વ્યસન છોડવાની ઇચ્છા છે તેણે પોતાની ઘરે જાતે બનાવી લેવાના બટુકભાઈ ખંઢેરિયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી તેની વિતરણ વ્યસ્થા ડો. કલ્પનાબેન ખંઢેરિયાની હોસ્પિટલ (હોટેલ સેલિબ્રેશન પાછળ ગુરૂદ્વારા ચોકડી પાસે)થી સવારે ૧૧ થી ૧ દરમ્યાન કરવામાં આવનાર છે. જેમને જરૂરિયાત હોય તેમણે ત્યાંથી મેળવી લેવા. જે ઘર વપરાશની વસ્તુઓથી જ બનેલ છે. જેના માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી નો ઓબજેક્ટ સર્ટીફિકેટપણ મેળવેલ છે.

error: Content is protected !!