જૂનાગઢ જીલ્લા પોલીસ વડા દ્વારા રેગ્યુલર પોસ્ટીંગ મેળવનાર અધિકારીનું બહુમાન કરાયું

0

જૂનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી, પોતાના તાબાના પોલીસ અધિકારીને મળેલ રેગ્યુલર પોસ્ટિંગ અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી બિરદાવવામાં આવેલ હતા. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા અજમાયશી નાયબ પોલીસ અધિક્ષકને રેગ્યુલર નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂંક આપવામાં આવેલ હતી જેમાં જૂનાગઢ જીલ્લામાં દોઢ વર્ષથી ફરજ બજાવતા અને હાલ માંગરોળ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એવા અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહેલને રેગ્યુલર નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા પોરબંદર ગ્રામ્ય ડિવિઝન ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂંક આપવામાં આવેલ છે. આ અધિકારીને રેગ્યુલર નિમણૂંક મળતા તેઓને જૂનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા પોતાની જાતે સોલ્ડર ઉપર રેગ્યુલર નાયબ પોલીસ અધિક્ષકના હોદ્દાના ત્રણ સ્ટાર ટાઇટલ સોલ્ડર ઉપર લગાડી બહુમાન કરીને નિમણૂંક હુકમ આપવામાં આવ્યો હતો. આ પ્રકારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા બહુમાન કરીને જાતે ટાઇટલ સોલ્ડર લગાવી બહુમાન આપવામાં આવે એવા કિસ્સાઓ જવલ્લે જ જોવા મળે છે. ઉચ્ચ અધિકારી અને જૂનાગઢ જીલ્લાના પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા નવી જગ્યાએ નિમણૂંક અંગે શુભકામના પાઠવતા પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવના ઉજાગર થયેલ હતી.
રેગ્યુલર નિમણૂંક મેળવનાર જૂનાગઢ જીલ્લાના અજમાયાશી ડીવાયએસપી સ્મિત ગોહિલ દ્વારા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ તથા જીલ્લાના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.
આ તકે જૂનાગઢના તમામ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, જે.બી.ગઢવી, આર.વી. ડામોર, એચ.એસ. રતનું, જે.જી. પુરોહિત, પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા સહિતના જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓએ ડીવાયએસપી સ્મિત ગોહિલને અભિનંદન પાઠવ્યા છે.