લોકડાઉનની સમાપ્તિ બાદ અર્થતંત્રને કઇ રીતે પુર્નઃ ધમધમતું કરવું પડશે ?

0

દેશમાં લોકડાઉનના બીજા રાઉન્ડના કારણે લોકડાઉન બાદ અર્થતંત્રને પુર્નઃ ધમધમતું કઇ રીતે કરવું તે અંગેનો એક્શન પ્લાન ઘડી કાઢવા માટે સરકાર અને ઉદ્યોગોને પૂરતો સમય મળ્યો છે અર્થતંત્રને ફરીથી કોઇ પણ સંજાગોમાં ઊભુંકરવું જાઇએ, પરંતુ તે માટેના પ્રયાસો સરળ દેખાતા નથી. રાતોરાત લોકડાઉન ઉઠાવી લેવાશે તો તેનો મૂળભૂત હેતુ માર્યો જશે આથી લોકડાઉન ક્રમશઃ અને તબક્કવાર ઉઠાવવું પડશે. આ સંજોગોમાં ઔદ્યોગિક ક્ષેત્રએ પોતાનો ક્રમશઃ રીવાઇવલ પ્લાન તૈયાર કરવો પડશે, વિવિધ સેક્ટરોને અગ્રીમતા આપવી પડશે અને ઓફિસ સ્ટાફ ઘટાડીને તેમને ઘરેથી કામ કરવા માટે પ્રોત્સાહિત કરીને અર્થતંત્રને રીવાઇવ કરવું પડશે. આ માટે માલિકના ખર્ચે સ્ટાફને લેપટોપ અને ડેસ્કટોપ કોમ્પ્યુટર્સ, ઇન્ટરનેટ કનેક્શન અને એસી જેવી સુવિધાઓ આપવી પડશે. ધ કોન ફેડરેશન ઓફ  ઇન્ડસ્ટ્રીએ (સીઆઇઆઇ) સરકારને ઉત્પાદન અને બાંધકામ જેવા ક્ષેત્રોને તબક્કાવાર પુર્નઃ શરૂ કરવાના પ્લાનને અનુસરવા જાઇએ એવું સૂચન કર્યુ છે કારણ કે આ ક્ષેત્રો મોટા પાયે લોકોને રોજગાર આપે છે અને તેથી તેમને સૌ પહેલા પુર્નઃ શરૂ કરવા જાઇએ. સીઆઇઆઇએ મહાનગરો અને અર્બન શહેરો અને રાજ્યો માટે રી-સ્ટાર્ટ કેલેન્ડર તૈયાર કરવા હિમાયત કરી છે. તેમણે જણાવ્યું છે કે જે ક્ષેત્રમાંં ઘરેથી કામ કરવું શક્ય ન હોય અને જે ક્ષેત્રો મોટા પાયે રોજગાર આપતાં હોય તેને સૌથી પહેલા શરૂ કરવા જાઇએ અને જેમાં ઉત્પાદન, બાંધકામ અને પરિવહન ક્ષેત્રનો સમાવેશ થાય છે. આ માટે સરકારે વાર્ષિક બજેટનું પણ પુનર્ગઠન કરવું પડશે. સંસદ અને સંબંધીત દેશની રાજ્ય સરકારો દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે પાસ કરવામાં આવેલ રાષ્ટ્રીય અને રાજ્યના બજેટો હવે કોવિડ-૧૯ પાછળ થયેલ બજેટ બહારના ખર્ચને કારણે નિરર્થક બની ગયાં છે અને તેથી હવે નવા બજેટ તૈયાર કરવા પડશે.

error: Content is protected !!