જૂનાગઢમાં કોર્પોરેશન દ્વારા હેલ્થ ચેક-અપની ચાલતી કામગીરી

0

જૂનાગઢ મહાનગર પાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાનાં માર્ગદર્શન હેઠળ શહેરભરમાં આરોગ્ય વિષયક તપાસણીની કામગીરી પુરજોશથી ચાલી રહી છે. જુદાં-જુદાં વિસ્તારોમાં સર્વેની કામગીરી તેમજ હોમ-ટુ-હોમ તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી માર્ગદર્શન પણ આરોગ્ય અંગેનું પુરૂં પાડવામાં આવી રહ્યું હોવાનું મનપા કમિશ્નરશ્રી સુમેરાએ જણાવેલ હતું.
કોરોનાનાં ગંભીર રોગચાળા સામે જૂનાગઢ સહિત જીલ્લાભરમાં હાલ સઘન આરોગ્ય તપાસણી ઝુંબેશ ચાલી રહી છે. જૂનાગઢ શહેરમાં અને જીલ્લામાં તકેદારીનાં સંપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યાં છે અને જેનાં કારણે અત્યારસુધી કોઈ કોરોનાનો કેસ નોંધાયો નથી. તેમ છતાં સાવચેતી ખુબ જ જરૂરી છે ત્યારે મહાનગર પાલિકાનાં કમિશ્નરશ્રી તુષાર સુમેરાનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય ઝુંબેશ ચાલી રહી છે. આ બાબતે
સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરમાં ૧ થી ૧પ વોર્ડમાં એક વખત આરોગ્ય તપાસણી પૂર્ણ કરી લેવામાં આવી છે અને હાલ ઈન્ટેનસીવ કેર યુનિટની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઝાંઝરડા વિસ્તારમાં આવેલાં બે વોર્ડ તેમજ વોર્ડ નં.૬ મળી કુલ ૩ વોર્ડની આરોગ્ય તપાસની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ૧૦૦થી વધારે ડોકટરો તેમજ રપ૦ જેટલાં કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કડીયાવાડ તેમજ જોષીપુરા ખાતે આવેલી શાકમાર્કેટ ખાતે પણ સંબંધીતોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં હોમ-ટુ-હોમ આરોગ્ય ઝુંબેશ ચાલી રહી છે અને જે અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ તેમજ કર્મચારીઓની ટીમ જે-તે ઘરે જઈ ત્યાં રહેતાં લોકોનું આરોગ્ય વિષયક તપાસણી કરવામાં આવે છે તેમજ ટેમ્પરેચર પણ નોંધવામાં આવે છે. આ ઉપરાંત કોરોનાનાં આ રોગચાળા સામે કેવી રીતે તકેદારીનાં પગલાં લેવા તે અંગેનું માર્ગદર્શન પણ પુરૂં પાડવામાં આવી રહ્યું છે. તેમજ લોકોનાં ઘરનો સર્વે કરીને ત્યાં ખાસ પ્રકારનું સ્ટીકર પણ લગાડવામાં આવી રહ્યું છે તેમાં સંપૂર્ણ માહિતી સામેલ કરવામાં આવી છે અને આ રીતે જૂનાગઢ શહેરનાં તમામ વોર્ડમાં સઘન આરોગ્ય તપાસણી અંતર્ગત ઈન્ટેનસીવ કેર યુનિટ અંતર્ગત હેલ્થ ચેકઅપની કામગીરી પુરજાશથી ચાલી રહી હોવાનું અને જૂનાગઢ શહેરનાં તમામ વિસ્તારોને કવર કરી લેવામાં આવશે તેમ કમિશ્નરશ્રી સુમેરાએ જણાવ્યું હતું.

error: Content is protected !!