અખાત્રીજનાં દિવસે સાંજના ૭.૩૦ કલાકે કડવા પાટીદાર સમાજ કુળદેવી ઉમિયા માતાજીને કરાશે પ્રાર્થના : ઘરે-ઘરે દિપ પ્રગટાવવા અપિલ

0

સમગ્ર વિશ્વ આજે કોરોના વાયરસની મહામારી સામે ઝઝુમી રહ્યું છે અને અનેક સહયોગી દળો માનવજાત માટે કાર્ય કરી રહ્યાં છે ત્યારે જગતનું કલ્યાણ કરનારી અને સર્વેનું દુઃખ દુર કરનારી અને સૌનું રક્ષણ કરનારી હૈ માતાજી અખંડ સ્વરૂપા જગતજનની માં ઉમિયાને આપણે સૌ પ્રાર્થના કરીએ કે સમગ્ર વિશ્વને કોરોનાની મહામારીથી મુક્ત કરવા માટે વૈશાખ સુદ-૩(અખાત્રીજ) તા.ર૬-૪-ર૦ર૦ને રવિવારે સાંજે ૭.૩૦ કલાકે સમગ્ર વિશ્વમાં એક જ સમયે કડવા પાટીદાર પરીવાર પોતાનાં ઘરનાં મંદિરમાં દિપ પ્રગટાવી અને માં ઉમિયાને પ્રાર્થના કરવા કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝાનાં પ્રમુખ મણીભાઈ પટેલ, માનદ્‌મંત્રી દિલીપભાઈ પટેલે અનુરોધ કરી માં ઉમિયાનો ખાસ સંદેશ કડવા પાટીદાર પરીવારોને પાઠવ્યો છે.