ઉનામાં દુકાનમાંથી તમાકું, સોપારી સહીત ૪ લાખથી વધુનાં મુદામાલની ચોરી

0

ઉનામાં મુકેશકુમાર અમૃતલાલ એન્ડ બ્રધર્સની દુકાનમાંથી તસ્કરો બીડી, તમાકું, સોપારી, સીગારેટ, વિમલ ગુટકા સહીત કુલ રૂ. ૪૩૮૩૬૦નો મુદામાલ ચોરી કરી ગયા હતાં. આ બનાવમાં સંચાલક મુકેશકુમારે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.