ભારત સહીત વિશ્વમાં જયારથી કોરોનાના સામેનો જંગ શરૂ થઈ ગયો છે ત્યારથી ભારત સહીતનાં દેશો આ મહામારીને નાથવા માટેનાં અથાગ પ્રયત્નો કરી રહયા છે. દેશ અને દુનિયાનાં વૈજ્ઞાનિકો કોરોનાં વાયરસને નાથી શકે તેવી રસી, દવાની શોધ માટે દિવસ રાત મહેનત કરી રહયા છે. પરંતુ હજુ સુધી સફળતા મળી નથી ! ભારત, બ્રિટન, બ્રાઝીલ, જાપાન, જર્મની, અમેરીકા, ફ્રાન્સ, કેનેડા, ઈટલી, સ્પેન તથા અન્ય વિશ્વનાં અનેક દેશોનાં વૈજ્ઞાનિકો દવાની શોધ માટે ઉંધે માથે થઈ ગયા હોય તેમ કહીએ તો અતિશયોકિત નહી ગણાય. દરમ્યાન કોરોનાં ભયંકર રોગચાળાએ ખુબ જ ટુંકા ગાળામાં વિશ્વને ઝપટમાં લઈ લીધું છે. વર્લ્ડમાં અંદાજ લગાવીએ તો સેંકડો લોકોનાં મૃત્યું થયા છે અને હજુપણ કોરોનાનો ખતરો મંડાયેલો છે. મૃત્યું આંક વધવાની શકયતા રહેલી છે. એટલું જ નહીં થયાં પણ ભારતમાં કોરોનાં સંક્રમિત વિસ્તારમાં કંટ્રોલ થઈ શકેલ છે તેવા વિસ્તારોમાં પણ ફરી કોરોના જાગૃત થયેલ છે જે ખુબ જ ચિંતાજનક છે. કોરાનાનાં કારણે આજે સમગ્ર વિશ્વમાં આર્થિક મંદીનું સામ્રાજય સતત વધતું જઈ રહેલું છે. જા આ અંગે ત્વરીત કોઈ આયોજનબધ્ધ પગલા ભરવામાં નહી આવે તો એક દિવસ એવો આવશે કે ભૂખમરાનું નિર્માણ થશે. માટે જ કંઈક કરી છુટવા અને દવાની શોધ માટે વિશ્વનાં મહાન દેશો અને તેનાં વૈજ્ઞાનિકો જહેમત ઉઠાવી રહયા છે. દરમ્યાન કોરોનાને લડાઈ આપવા માટે ભારતમાં લોકડાઉન જારી કરવામાં આવેલ છે. અને તેના ખુબ જ સારા પરીણામો પણ મળ્યા છે. ગઈકાલે નાશાએ કેટલીક તસ્વીરો મુકી જાહેર કર્યુ હતું કે લોકડાઉન ભારતમાં સફળ રહયું છે. આજે દુષિત હવાને બદલે લોકો શુધ્ધ હવા મેળવી રહયા છે. એટલું જ નહી યમુના નદીનું પાણી સ્વચ્છ થઈ શકયું છે. અગાઉ ભારતમાં પ્રદુષિત વાતાવરણ હતું ત્યાં આજે શુધ્ધતાનું આવરણ બની શકયું છે અને જેની નાસાએ નોંધ લીધી છે.