રાજયની નગરપાલિકા/ મહાનગરપાલિક સિવાયનાં વિસ્તારમાં આવેલ ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી શરૂ કરવા રાજય સરકારે નિર્ણય લીધો છે. આ ૯૮ કચેરીઓમાં માત્ર ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઈન નોંધણી ફી ભરીને જ દસ્તાવેજ નોંધણી માટે જઈ શકાશે. હાલનાં તબકકે નોંધણી સિવાયનાં નાગરિકલક્ષી નકલ અને શોધની કામગીરી બંધ રહેશે. સબરજીસ્ટ્રારોને કોવિડ-૧૯ અંગેના સોશ્યલ ડિસ્ટન્સીંગ તેમજ સેનીટાઇઝેશન સહિતનાં તકેદારીનાં તમામ પગલા લેવા પણ સૂચના આપવામાં આવી છે. આ પૈકીનાં કોઈ સ્થાનિક વિસ્તાર હોટસ્પોટ કે કરફયું જાહેર થયેથી જે તે કચેરી તુરંત જ બંધ કરવામાં આવશે. એમ નાયબ નોંધણી સર નિરીક્ષકની યાદીમાં જણાવ્યું છે.