ગુજરાતનાં રીક્ષાચાલકોને દિલ્હી સરકારની જેમ આર્થીક સહાય કરવામાં આવ

કોરોના મહામારીને લઈ સમગ્ર દેશમાં લોકડાઉન હોય ત્યારે રીક્ષાચાલકોનાં ધંધા સાવ બંધ થઈ ગયા છે. આ અંગે એકતા રીક્ષા એસોસીએશન જૂનાગઢ દ્વારા મુખ્યમંત્રીને એક આવેદન આપી ધ્યાન દોરયું છે કે ગત રર માર્ચથી લોકડાઉન હોય રોજેરોજનું કમાઈને બે ટંકનું ગુજરાન ચલાવતા રીક્ષાચાલકોની સ્થિતિ દયનીય બની છે. જા કે તાજેતરમાં દિલ્હી સરકાર દ્વારા રીક્ષા ચાલકોનાં ખાતામાં રૂ.પ હજાર જમા કરીને આર્થિક સહાય આપવામાં આવી છે. આજ રીતે ગુજરાત સરકાર દ્વાર પણ રીક્ષાચાલકોને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગણી છે. એકતા રીક્ષા એસો.નાં પ્રમુખ રમેશભાઈ વાળા સહિતનાં હોદેદારોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી સત્વરે નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે.

error: Content is protected !!