રમજાન મહિના દરમિયાન પણ પોલીસ ડ્રોન, સીસીટીવી અને આઈબી દ્વારા વોચ રાખશે : રાજય પોલીસ વડા

0
નાગરિકો ભીડ થતી હોવાની માહિતી 100 નંબર ઉપર આપી શકે છે.*
આખા રાજ્ય માં લોકડાઉન નુ કડક પાલન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત 2 વહીલર વાહન ઉપર 1 વ્યક્તિ અને 4 વહીલર ગાડી માં 2 વ્યક્તિ જ જઇ શકશે
સાથે સાથે નાગરિકો પણ ભીડ થતી હોવાની 100 નંબર પર માહિતી આપી શકે છે.અને જો વધુ ભીડ થતી હશે ત્યાં પોલીસ કાર્યવાહી કરશે તેવા સ્પષ્ટ સંકેત રાજય પોલીસ વડા શિવાનંદ ઝા એ આપ્યા છે.
આ અંગેની વધુ વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા lockdown નો કડક અમલ કરાવવામાં આવી રહી છે સાથે સાથે આજથી શરૂ થતી દુકાન આ બાબતે પણ પોલીસ બાજ નજર રાખશે ત્યારે આવનાર  રમજાન મહિના દરમિયાન પણ  પોલીસ દેખરેખ રાખશે જેમાં ડ્રોન, cctv અને આઈબી દ્વારા પણ વોચ રાખવામાં આવી રહી હોવાનો સ્વીકાર કર્યો છે.
તો બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ખાનગી વાહનો માં તેમજ સાંકડા રસ્તા માં બાઇક દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં થયેલા પોલીસ ઉપર ના હુમલા માં સામેલ આરોપી ને પાસા માં પકડી ને .પાટણ ના વાગડોળ , રાજકોટ  ઉપરાંત ભરૂચમાં પણ આવા  કેસ માં આરોપી સામેપાસા હેઠળ કાર્યવાહી કરી છે. સાથે સાથે અમદાવાદના સરદાર નગર કેસ માં પણ આરોપી ને પાસા કરાઈ છે.
જોકે સમગ્ર પોલીસ તમામ પ્રકાર ની અફવા ઓ ને ગંભીરતા થી લઈ કાર્યવાહી કરી રહી હોવાનો દાવો પણ કર્યો હતો.
આ ઉપરાંત તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે આવી રહેલા રમજાન મહિના માં પણ લોકો લોકડાઉન નું પાલન કરે.જોકે
 જે વિસ્તારમાં છૂટછાટ આપવામાં આવી રહી છે.  તે કેન્દ્ર સરકારના નિયમ મુજબ આપવામાં આવશે પરંતુ જાહેર કરવામાં આવેલ કન્ટેનમેન્ટ એરિયા છે. જ્યાં સંક્રમણ છે ત્યાં લોકો ભેગા ના થાય તેનું  ધ્યાન પોલીસ અને અન્ય ફોર્સ દ્વારા રાખવામાં આવશે. તો બીજી તરફ તેમણે આજથી શરૂ થઈ રહેલી દુકાનો અંગે સ્પષ્ટતા કરી હતી કે સરકારના નિર્દેશ અનુસાર જે દુકાનો ખોલવામાં આવી રહી છે તે
 દુકાનો માં સોશિયલ ડિસ્ટન્સ મેઇન્ટેન થતું હોવું જોઈએ. આ ઉપરાંત માલિક સંચાલક અને સ્ટાફે માસ્ક, ગ્લોઝ, તેમજ 4 થી વધું લોકો ભેગા ના થાય તેવી ખાસ તકેદારી રાખવી પડશે જોકે
 આ લડાઈ લાંબા ગાળા ની છે. એટલે સાવચેતી પણ એટલી જ અગત્યની બની રહેશે તેમ જણાવ્યું હતું.
કેન્દ્રની ટીમે આજે ગુજરાતની મુલાકાત કરી છે તે અંગે પૂછતાં રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું હતું કે ભારત સરકારના  અધિકારી ઓ આજે અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોની મુલાકાત લીધી છે. જોકે  તેમની આ મુલાકાત અને થયેલી બેઠકોનો વિગતવાર નો રિપોર્ટ મળ્યા બાદ સરકાર સાથે વિચાર-વિમર્શ કરીને આગળના નિર્ણય કરવામાં આવશે તેવી સ્પષ્ટતા રાજ્ય પોલીસ વડાએ કરી હતી
error: Content is protected !!