આવતીકાલ (રવિવાર) થી રાજ્યમાં જીવન જરૂરીના વ્યવસાય સાથે જોડાયેલી દુકાનો શરૂ કરવામાં આવશે

0
શરતોને આધીન આઇટી અને આઇટી સાથે સંકળાયેલી ઇન્ડસ્ટ્રીઝ શરૂ
રાજ્યમાં સંક્રમિત કોરોનાવાયરસ ના પગલે લગાડવામાં આવેલા lockdown વચ્ચે આવતીકાલ (રવિવાર) થી તમામ દુકાનો ખોલવા માટે નો મહત્વનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જો કે કયા કયા પ્રકારના વ્યાપારીઓ દુકાન ખોલી શકશે તે માટે મોટી અસમંજસ પ્રવર્તી રહી છે પરંતુ અગ્ર સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું છે કે આજથી રાજ્યની તમામ જિલ્લા તાલુકા ની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી દુકાનો ખોલવામાં આવશે અને ગુજરાતનું જનજીવન સામાન્ય થાય તેવો પ્રયત્ન કરવા માટે આ નિર્ણય સરકારે કર્યો હોવાનું જણાવ્યું હતું.
પત્રકારો સાથેની વાતચીત માં અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા શરતોને આધીન દુકાનો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જોકે સરકાર દ્વારા જાહેર કરાયેલા કૅન્ટોમેન્ટ એરિયા માં આવેલી દુકાનો હાલ ખોલી શકાશે નહીં પરંતુ અન્ય દુકાનો વ્યાપારો વર્ગે 50% સ્ટાફ કર્મચારીઓ થી કામ કરવાનું રહેશે આ ઉપરાંત તમામ લોકોએ ફરજિયાત દુકાન ઉપર માસ્ક પહેરવા પડશે અને સેનેટ રાઈઝર તેમજ ગ્લોઝ  સાથે સોશિયલ distance નો કડક પાલન કરવું પડે છે જો કે શહેરી વિસ્તારોની અંદર આવેલા મોલ કે અન્ય કોમ્પ્લેક્સ ને મંજૂરી આપવામાં આવી નથી એટલું જ નહીં દુકાન શરૂ કરવા માટે દુકાનદારે કે વેપારીએ કોઈપણ પ્રકારનો પાસ કઢાવવા નો રહેશે નહીં રાજ્યમાં સ્ટેશનરી ની દુકાન ચશ્મા ની દુકાન પ્રોવિઝન સ્ટોર્સ મોબાઈલ રિચાર્જ ની દુકાન સહિત નાના-મોટા વ્યવસાયોને ખોલવાની સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે જોકે હેર કટીંગ સલૂન આઈસ્ક્રીમ પાર્લર અને પાન મસાલા ની દુકાનો ને કોઈ પણ મંજૂરી આપવામાં આવી નથી આ ઉપરાંત આઇટી અને આઇટી ક્ષેત્રમાં જોડાયેલી ઔદ્યોગિક એકમોને ચાલુ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે જો કે આ એકમો કન્ટેન્ટ ઝોન બહાર હોવા જોઈએ અને આ ઔદ્યોગિક એકમો તેમજ આરતીમાં પણ 50 ટકા સ્ટાફ જ રાખવાનો રહેશે જેમાં સોશ્યલ distance સહિત તમામ guideline નું પાલન ફરજીયાત કરવા માટેના નિર્દેશ સરકારે આપ્યા છે આ ઉપરાંત સરકાર દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજ્ય ની સહકારી મંડળીઓ  અને તેના વ્યવસ્થાપક કોની પાંચ વર્ષની મુદત થઈ રહી છે તેવા કિસ્સાઓમાં તેવી સહકારી મંડળીઓની મુદત ૩૧ જુલાઇ કરવામાં આવી છે એટલે કે ત્રણ મહિના માટે સમય મર્યાદા ની મુદત વધારવાનો નિર્ણય સરકારે કર્યો છે આ ઉપરાંત રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ નોંધાયેલા પરિવારોને મફત ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં એક જ દિવસની અંદર 10 લાખ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લીધો હોવાનો દાવો અગ્ર સચિવ અશ્વિનીકુમારે કર્યો હતો
error: Content is protected !!