જૂનાગઢ સહિત રાજયમાં પ્રતિબંધીત વેપાર-ધંધા સાથે સંકળાયેલા ‘ધંધાર્થી’ બેકાર

0

જૂનાગઢ સહિત દેશભરમાં છેલ્લાં ૩૪ દિવસથી લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે જેની સીધી અસર વેચાર-રોજગાર ઉપર પડી છે. ખાસ કરીને નાના ધંધાર્થીઓની હાલત ખુબ જ ખરાબ બની છે. જા કે કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવાનાં ભાગરૂપે લોકડાઉન જરૂરી છે અને એ બાબત આજે દરેક લોકો સમજી ગયા છે અને સ્વીકારી પણ લ્યે છે જ તો સાથે-સાથે નાના ધંધાર્થીઓની મુશ્કેલી પણ અનેક છે જે કાઢી નાખવા જેવી નથી. દરમ્યાન ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકારે ગઈકાલે અખાત્રીજનાં દિવસથી ગુજરાતમાં કેટલાક ધંધા-રોજગારને છુટ આપેલી છે અને એપણ શરતી આપી છે. જયારે કેટલાક ધંધાઓ માટે મનાઈ ફરમાવેલી છે. તેવા ધંધા સાથે સંકળાયેલા હજારો ધંધાર્થીઓ અને તેના પરિવારજનો સંકટમાં મુકાયા છે. આર્થિક ભીંસ પણ અનુભવી રહ્યાં છે ત્યારે પ્રતિબંધીત વ્યવસાય ધરાવતાં વેપારી, ધંધાર્થીને માટે મુંઝવણભરી સ્થિતી નિર્માણ પામી છે અને તેનો ઉકેલ શું ? એવો સવાલ આજે સર્વત્ર ચર્ચાનો વિષય બન્યો છે. જૂનાગઢ શહેરની જા વાત કરવામાં આવે તો પ્રતિબંધીત વેપાર, રોજગાર સાથે સંકળાયેલા હજારો લોકો આજે ધંધો-રોજગાર વિનાનાં થઈ ગયા છે તેમની દુકાનો અથવા તો વ્યવસાયને લાગેલું તાળું હજુ સુધી ખુલ્લી શક્યું નથી અને કયારે ખુલે તેવી કોઈ માહિતી નથી. ગણ્યા ગણાય નહીં એટલા વેપાર-ધંધા આજે બંધ છે અને તેની ઉપર પ્રતિબંધ લગાડેલો છે. જેનાં કારણે નાના-વેપારી કે નાના ધંધાર્થીથી લઈ પ્રતિબંધીત વેચાર-ધંધા સાથે સંકળાયેલા અનેક લોકો બેરોજગાર અને ધંધા વિહોણા બની ગયા છે તેમના માટે પરિÂસ્થતી વિકટ બની રહી છે. ત્યારે પ્રતિબંધીત વેપાર-રોજગાર સાથે સંકળાયેલા ધંધાર્થીઓ માટે પણ સરકારે ગાઈડલાઈન જારી કરવી જાઈએ તેવી માંગણી ઉઠી રહી છે. આજે નહીં તો કાલે એ પરિસ્થિતી આવવાની જ છે કે જુદા-જુદા વેપાર-ધંધા કે જે હાલનાં સમયમાં પ્રતિબંધીત છે. તેવા વેપાર-ધંધાનાં વેપારી એસોસીએશનો દ્વારા સરકાર સમક્ષ રજુઆતો કરવામાં આવશે. જા કે આજે પણ અનેક રજુઆતો તો કરવામાં આવી રહી જ છે પરંતુ પરિÂસ્થતી અસહ્ય બનશે ત્યારે રજુઆતો કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. બીજી પણ એક વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર થયેલા પ્રથમ તબક્કાનાં લોકડાઉન-૧નાં ર૧ દિવસ પુરા થઈ ગયેલ છે અને બીજા તબક્કાનું લોકડાઉન પાર્ટ-ટુ ૩ મેનાં રોજ પુરૂં થવામાં છે ત્યારે ૩ મે બાદ ફરી શું થશે તે તરફ લોકોની મીટ મંડાયેલી છે. અને આ સમયગાળા દરમ્યાન ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વવાળી સંવેદનશીલ સરકાર સર્વેનાં હીતમાં કોઈ યોગ્ય તત્કાલ નિર્ણય લઈ પ્રતિબંધીત વેપાર-ધંધા સાથે સંકળાયેલા લોકોની મુશ્કેલી દુર થાય તે માટે કોઈ માર્ગ કાઢશે તેવી આતુરતા ભરી મીટ સાથે લોકો કઈક યોગ્ય માર્ગ નીકળશે તેવી અપેક્ષા રાખી રહ્યાં છે.