જૂનાગઢમાં જાહેરનામાનો ભંગ કરતાં બે વેપારીની ધરપકડ

0

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોય તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી સરકારશ્રી દ્વારા છૂટછાટ આપ્યા સિવાયની દુકાનો ઠંડા પીણા, આઈસ્ક્રીમ, કોમ્પ્લેક્સ, મોલ, ચા પાણી, નાસ્તા, બુટ ચપ્પલ, મોચી, પાન બીડી, વિગેરે પૈકી ઘણી દુકાનો પણ ખોલવાનાં પ્રયત્ન કરવામાં આવેલ હોય જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી. સોલંકી, પીએસઆઇ એ.કે. પરમાર, હે.કો. પરબતભાઇ, ભગતસિંહ, પૃથ્વીરાજસિંહ, અજયસિંહ સહિતની ટીમ દ્વારા એસ.ટી. રોડ ઉપર આવેલ પગરખાની દુકાન સનમુન ફૂટવેર ખોલી વેપાર કરતા રમેશ રેવાચંદ ગજેરા જાતે ભાનુશાળી તથા લંડન શૂઝ ખોલી વેપાર કરતા વેપારી અશોકભાઈ લખાનોમલ વધવાને પકડી પાડી ધરપકડ કરવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ હતી.

error: Content is protected !!