૩૪ દિવસ બાદ વિવિધ બજારોમાં આવ્યો પ્રાણ : અવર જવર વધી

ગુજરાત રાજય સરકાર દ્વારા ગઈકાલે અખાત્રીજથી દુકાનો અને ધંધા-વેપાર માટે લોકડાઉન દરમ્યાન શરતી દુકાનો ખુલ્લી રાખવા મંજુરી આપ્યા બાદ ગઈકાલથી જ માર્કેટ ખુલ્લી ગઈ છે. સરકારે જેની પરમીશન આપી છે તેવા ધંધા, રોજગાર ફરી શરૂ થયા છે અને જેનાં કારણે સવારથી જ બજારોમાં ચહલપહલ વધી ગઈ છે. અને ૩૪ દિવસ બાદ જનજીવન ફરી ધબકતું થઈ ગયું હોય તેવો માહોલ આજે સવારમાં જાવા મળતો હતો. જૂનાગઢ સહીત મોટા સીટીમાં એક પ્રથા બંધાઈ ગયેલી છે કે સવારે ૧૦.૩૦ની આસપાસ સામાન્ય દિવસોમાં ધંધા ખુલતા હોય છે. અને
૧ વાગ્યા સુધી ધંધો ચાલુ હોય ત્યારબાદ બપોરનાં ૧.૩૦ થી ૪ નાં સમયગાળા દરમ્યાન સ્વૈચ્છીક બંધ રહેતું હોય છે અને પાંચ વાગ્યા બાદ ફરી વેપાર-ધંધા મોડી રાત સુધી ધમધમતા રહેતા હોય છે એ દિવસો આજ જાણે ભુલાઈ ગયા હોય તેવું લાગે છે. લોકડાઉનને કારણે એક નવો ટાઈમ અમલમાં આવ્યો છે. સરકારે અને સંબંધીત તંત્રએ જે છુટ આપી છે તેમાં ગાઈડ લાઈન સવારનાં ૮ થી ૧ર સુધીની જ છે. જેને લઈને વેપારીઓ પણ વહેલામાં વહેલા આવી અને દુકાનો ખોલે છે અને લોકો પણ વસ્તુની ખરીદી કરવા માટે વહેલા આવતા હોય છે. આમ આખા સમયનું ચક્ર પલટાઈ ગયો હોય તેમ બજારમાં ખરીદી માટે નવું સમયપત્રક મુજબ બજારનાં કામકાજ થશે. લોકડાઉનની મુદત વિતી ગયા પછી રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી આદેશ બાદ આવી શકે છે.

error: Content is protected !!