ડબલ મર્ડરનાં પેરોલ જમ્પનાં આરોપીને પકડી પાડતી આરઆરસેલ

0

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવારની સુચનાથી હાલ કોરોના વાયરસ લોકડાઉન સબબ જૂનાગઢ આરઆર સેલનાં પીએસઆઈ ડી.બી. પીઠીયા, સાયબર ક્રાઈમ સેલનાં પીએસઆઈ પી.જે. રામાણી તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં ત્યારે એએસઆઈ સંજયભાઈને બાતમી મળેલ કે માણાવદર પોલીસ સ્ટેશનનાં મર્ડર કેસનો આરોપી દિલીપભાઈ જેઠાભાઈ સિંહપરા જૂનાગઢ જેલમાંથી પેરોલ ઉપર રજા ઉપર છુટી લઈ આશરે પાંચેક માસથી ફરાર થઈ ગયેલ હોય જેને બિલખા શહેરનાં ૬૬ કેવી ઈન્દીરાનગરમાંથી ઝડપી પાડેલ છે. તેમજ સને ૧૯૮૭માં જૂનાગઢ કોર્ટ સામે એક મર્ડર કરેલ હોય સદરહું આરોપી ખૂંખાર અને ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોય જેને બિલખાથી પકડી પાડી જૂનાગઢ જીલ્લા જેલ હવાલે કરેલ છે.