કોરાનાની લડત સામે વધુ સમજદારીપૂર્વક લડવા સોરઠના પત્રકારોની પહેલ

0

સમગ્ર ભારત સહિત વિશ્વભરમાં કોરના વાયરસને પગલે આપણે સૌ સંપૂર્ણ લોકડાઉનની વચ્ચે પોત પોતાના ઘરોમાં બંધ છીએ ત્યારે ભારત સરકાર,ગુજરાત સરકારની ગાઈડ લાઈનને અનુસરીને જૂનાગઢ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તરફથી લોકોને સાવચેત રહેવા સહિતની રોજ બરોજ અપાતી જરૂરી રજેરજની માહિતી દૈનિક અખબારો અને ટીવી મીડિયાના માધ્યમોથી ખુદને જોખમમાં મુકી વિના વિલંબે ઘર ઘર સુધી પહોંચાડતા પત્રકારો આપ સૌને નાનામાં નાની બાબતથી અવગત રાખવા સરકાર સાથે કદમથી કદમ મિલાવી રહ્યા છે. આવા સંજોગોમાં આગામી સમયમાં પણ કોરોના સામે લડત લડવા પત્રકારો જાણે વધુ સજ્જ થઈ રહ્યા હોય તેમ જૂનાગઢ પ્રેસ ક્લબ અને ઈલેકટ્રોનિક્સ મીડિયાના પત્રકારોએ નવતર પ્રયોગ કરી જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગઈકાલે વિડિયો પ્રેસ કોફરરન્સ યોજી હતી. નિર્ધારિત સમયે ગઈકાલે બપોરે ૩ વાગ્યે શરૂ થયેલ વિડિઓ કોન્ફરન્સ ૪ઃ૨૫ સુધી એટલે કે સવા કલાક ચાલી હતી. વિડિયો મિટિંગમાં જોડાયેલ પત્રકારોના આ પ્રયાસને બિરદાવતા જણાવ્યું હતું કે જૂનાગઢ પ્રેસ કલબ અને ઈલેકટ્રોનિક મીડિયાના આ નવતર પ્રયોગને આવકારૂં છું અને અને વિશ્વાસ છે વહીવટી તંત્ર અને આ વિડિયો પ્રેસ કોન્ફરન્સના સતત જોડાણથી જૂનાગઢ જિલ્લાને કોરોનાથી દુર રાખવા અને આ મહામારીના સમયમાં લોકોની સમસ્યા ઉકેલવામાં ખુબ સહાયરૂપ થશે. આ તકે એસપી સૌરભ સિંઘે જણાવ્યું હતું કે વર્તમાન વિપરીત પરિસ્થિતિ વિડિયો પ્રેસ કોન્ફરન્સથી પત્રકારોની પણ ભૂમિકા ખૂબ મહત્વની સાબિત થશે અને લોકડાઉનનું પાલન પણ થશે. આ મિટિંગમાં જોડાયેલ મહાનગરપાલિકા કમિશ્નર તુષાર સુમેરા અને ડી.ડી.ઓ. પ્રવીણ ચૌધરીએ પણ પત્રકારો દ્વારા કરાયેલ આ પહેલની ભારોભાર પ્રસંશા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા માહિતી અધિકારી અર્જુનભાઈ પરમાર ઉપરાંત પ્રિન્ટ અને ઈલે. મીડિયાના પત્રકારો જોડાયા હતા. સમગ્ર કોન્ફરન્સનું સંચાલન પ્રેસ ક્લબના પ્રમુખ કૃષ્ણકાંત રૂપારેલીયાએ કર્યું હતું. સંજોગોવસાત મિટિંગમાં જોડાઈ નહીં શકેલ વરિષ્ઠ તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાયે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી લોકોને સત્ય સમાચાર મળે તે માટે પ્રેસ કલબનો પ્રયત્ન કરવામાં આવેલ છે તેમ પોતાની શુભકામના પાઠવી હતી.

error: Content is protected !!