જૂનાગઢમાં પ્રવેશી ન શકે તે માટે પોલીસનો ફુલપ્રુફ ચોકી પહેરો : ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા

0

સવારનાં જૂનાગઢ શહેરનાં રસ્તાઓ ઉપર પસાર થાવ એટલે તુરત જ વિવિધ વિસ્તારોમાં તૈનાત પોલીસવિરો કઈ રીતે ફરજ બજાવે છે તેમજ કેવા પ્રકારનું ચેકીંગ ચાલી રહયું છે તેનું અવાર નવાર સરપ્રાઈઝ ચેકીંગ જીલ્લા પોલીસ તંત્ર અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી રહેલ છે. અને જરૂરી સુચના અને માર્ગદર્શન પણ આપવામાં આવતું હોય છે. કયાંય પણ કોઈ જાહેરનામાનો ભંગ કરતા હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવાનાં આદેશો પણ કરવામાં આવેલ છે. અને આવા જાગતા અધિકારીઓની હાજરીમાં જૂનાગઢ શહેર અને જીલ્લામાં જાગતો અને ઝડબેસલાક બંદોબસ્ત ચાલી રહયો છે. જયાં બહારનાં જીલ્લામાં પાસ-પરમીટ વગર કોઈ વ્યકિત પ્રવેશી ન શકે તે અંગેનું સઘન ચેકીંગ કરવામાં આવતું હોવાનું જાણવા મળે છે.
સમગ્ર દેશ આજે કોરોનાના ગંભીર રોગચાળામાં ઘેરાઈ ગયો છે અને વિવિધ રાજયોમાં આવેલા શહેરોમાં કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહયો છે ત્યારે સૌરાષ્ટ્રનું અને ખાસ કરીને સોરઠ પંથકનું ઐતિહાસીક નગરી એવા જૂનાગઢ શહેર અને જીલ્લામાં ઈશ્વર અને અલ્લાહ પરવરદીગારની કૃપાનાં પરીણામે કોરોના મુકત છે. પરંતુ તેમ છતાં સતત સાવચેતી અને જાગૃતિ રાખવાનાં અનેકવિધ પગલાઓ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવી રહયા છે. જીલ્લાભરમાં આંતર જીલ્લાઓ માટેની ૧૧ જેટલી ચેકપોસ્ટો ઉપર સતત ચેકીંગ કરવામાં આવી રહેલ છે. અને પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહેલ છે. જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ વિભાગનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં સતત દોરવણી હેઠળ જીલ્લાભરમાં ચુસ્ત અને લોખંડી જાપ્તો ગોઠવાયેલો છે. સૌરાષ્ટ્ર ભૂમિ સાથેની વાતચીતમાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે શહેર અને જીલ્લામાં લોખંડી જાપ્તો ગોઠવાયેલો છે. અને ૧૧ જેટલી ચેકપોસ્ટો કાર્યરત છે. જેમાં વિસાવદર-૩, ભેંસાણ-૧, તાલુકામાં-૩, ગડુ-૧, માણાવદર-૧, બાંટવા-૧, શીલ-૧ આ બધી જ ચેકપોસ્ટો ઉપર પોલીસ, હોમગાર્ડ, જીઆરડી અને સ્થાનિક ગામનાં સરપંચોનાં સંયુકત સહયોગ સાથે નજર રાખવામાં આવી રહી છે. પાસ-પરમીટ વગરનાં કોઈપણ લોકો કે વાહનો પ્રવેશી ન શકે તે માટેની તકેદારી લેવામાં આવી રહી છે. આ ઉપરાંત જયારથી લોકડાઉન અમલી બન્યું છે ત્યારથી અત્યાર સુધીમાં જાહેરનામા ભંગ અંગે ૪ હજારથી વધારે ગુનાઓ દાખલ થયા હોવાનું તેઓએ જણાવ્યું હતું.
હાલમાં કોરોના વાયરસનાં સંક્રમણ સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોય જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, વગર પાસ પરમીટ કે પરવાનગી વગર જૂનાગઢ જિલ્લામાં પ્રવેશી લોકો દ્વારા ઉલ્લંઘન અટકાવવા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ ના દ્વારા જૂનાગઢ જિલ્લામાં પ્રવેશતા તમામ રસ્તાઓ ઉપર ચેક પોસ્ટ ખોલવામાં આવેલ છે.
હાલમાં કોરોના વાયરસના બંદોબસ્તમાં દિવસ રાત હાજર રહેતી પોલીસ માટે કાયમી સગવડ ઉભી કરવા ચેકપોસ્ટ ઉપર ચોકી બનાવવા કરવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સર્કલ પો.ઇન્સ. પી.એન. ગામીત, જૂનાગઢ તાલુકા પો.સ.ઇ. વી.યુ. સોલંકી, પો.સ.ઇ. કે.સી. રાણા, સી ડિવિઝન પો.સ.ઇ. ડી.જી. બડવા દ્વારા જહેમત ઉઠાવી, જૂનાગઢ જિલ્લામાં પ્રવેશતા નાકાઓ સાંકળીધાર અને મધુરમ ચેક પોસ્ટ ઉપર રાજુભાઇ કવા તથા ભાવેશભાઈ લાખાણીના સહયોગથી બે ચોકીઓ તાત્કાલિક બનાવવામાં આવેલ છે. આ બંને ચોકીઓ પૈકી સાંકળીધાર ચેક પોસ્ટ ઉપર ચિંતનભાઈ ગજેરાના સહયોગથી બનાવેલ ચોકી ઉપર વ્યવસ્થિત શેડ બનાવી આપતા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા સાંકળીધાર ચેક પોસ્ટ ઉપર બનાવેલ ચોકીને ગઈકાલે વૃક્ષારોપણ કરી વિધિવત ચાલુ કરવામાં આવેલ હતી. ઉપરાંત વંથલી, વેરાવળ, માણાવદર, મધુરમ હાઈવે ચેક પોસ્ટ ઉપર બનાવેલ ચોકી પણ શરૂઆત કરવામાં આવેલ છે.

error: Content is protected !!