જોષીપુરા તથા નંદનવન ખાતે આવેલ શાકમાર્કેટ ખલીલપુર રોડ કેલાસ ફાર્મ ખાતે ખસેડાઈ

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોય, તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને આપેલ સૂચનાનાં ભાગરૂપે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી. ગોસાઈ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.બી.સોલંકી, સી ડિવિઝન પીએસઆઇ ડી.જી.બડવા, પીએસઆઇ એ.કે.પરમાર તથા સ્ટાફના એ.એસ.આઇ. ગોવિંદભાઇ, હે.કો. ભગવાનજી, મેહુલભાઇ, સહિતની પોલીસ ટીમ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ શાખાના અધિકારી ડોડીયા તથા સ્ટાફ સાથે સંકલન કરી, કડીયાવાડની શાકમાર્કેટ, જે દાતાર રોડ ઉપર શિફ્‌ટ કરી હતી, તેને વિવેકાનંદ સ્કૂલના ગ્રાઉન્ડમાં તથા મધુરમ ખાતે આવેલ શાક માર્કેટ પણ ભરાડ સ્કૂલમાં શિફ્‌ટ કરી, વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. એજ રીતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોષીપુરા તથા નંદનવન ખાતે આવેલ શાક માર્કેટને ખલીલપુર રોડ ઉપર કૈલાસ ફાર્મ ખાતે શિફ્‌ટ કરવામાં આવેલ છે અને લારીઓ લારીઓ વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ રખાવી, શાકભાજીના વેપારીઓને પણ શાકભાજી લેવા આવતા ગ્રાહકો વચ્ચે જગ્યા રાખવા સુચનાઓ કરી, સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે, જેના લીધે પહેલા કરતા ઘણા દૂર રાખી, સોશ્યલ ડિસ્ટન્સ મેઇન્ટેઇન કરવાના પ્રયત્નો કરવામાં આવેલ છે. શાકભાજીના વેપારીઓ તથા ગ્રાહકોમાં સલામતીની લાગણી જન્મેલ છે. ઉપરાંત, લારીઓમાં સામે પણ ગ્રાહકોને ઉભા રહેવા માટે નિશાનીઓ કરી, સોશ્યલ ડિસ્ટન્સ રખાવવા કાર્યવાહી પણ કરવામાં આવેલ છે. બંને શાકભાજી માર્કેટ ખાતે પોલીસ તથા કોર્પોરેશનના પ્રયાસોથી વ્યવસ્થા ગોઠવતા, ભીડ ઉપર કાબુ મેળવી, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા મહાદઅંશે સફળ થયેલ છે. કૈલાસ ફાર્મના માલિક મગનભાઈ બચુભાઇ સાવલિયા દ્વારા પણ હાલમાં લોકડાઉન ચાલી રહ્યું હોય, કોરોના વાયરસના કારણે લગ્ન પ્રસંગો રદ થયેલ હોવાથી, પોતાના પાર્ટી પ્લોટમાં નજીકના સમયમાં કોઈ પ્રસંગના હોય, કૈલાસ ફાર્મની જગ્યા ઉપલબ્ધ હોય, જ્યા સુધી જરૂરિયાત હોય ત્યાં સુધી લોકોની સુખાકારી માટે ફાળવવા ઇચ્છા દર્શાવેલ છે. પોતાના કૈલાસ ફાર્મનો જૂનાગઢવાસીઓની સુખાકારી તથા સ્વાસ્થ્ય બાબતે ઉપયોગમાં આવશે તો, પોતે પણ કોરોના સામેની લડાઈમાં સહયોગી બની, દેશની સેવા કરવા તત્પર હોવાની લાગણી વ્યક્ત કરતા, જૂનાગઢ પોલીસ તથા વહીવટી તંત્ર વતી જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, બી ડિવિઝન પી.આઇ. આર.બી.સોલંકી તથા સ્ટાફ દ્વારા માલિક મગનભાઈ સાવલિયાનો આભાર પણ માનવામાં આવ્યો હતો.

error: Content is protected !!