બિલખા નજીકથી અમરેલી જીલ્લા પંચાયતનાં પ્રમુખ સહિત ચારની ધરપકડ

0

જૂનાગઢ જીલ્લામાં હાલ કોરોના વાયરસની સામે લોકડાઉન પ્રવર્તી રહેલ છે ત્યારે લોકડાઉન દરમ્યાન જાહેરનામાના ભંગ અંગે અમરેલી જીલ્લાનાં કોંગ્રેસ પ્રમુખ સહિતનાઓ સામે બિલખા પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢનાં બીલખા ચેક પોસ્ટ પાસે અમરેલી તરફથી આવતી સરકારી કાર નં.જીજે ૧૪ જીએ ૮૬૯૯ને અટકાવતા મામલો સામે આવ્યો હતો. ફરજ ઉપરનાં બીલખા પીએસઆઈ માલમ સહિતના સ્ટાફે તપાસ કરતા કાર ઉપર જીલ્લા પંચાયત પ્રમુખ એવું બેનર લગાવેલું હતું. અંદરથી એક મહિલા સહિત ચાર વ્યકિતને બહાર લાવીને પુછતાછ કરતાં કારમાં જીલ્લા પંચાયતના પ્રમુખ રવજી ખોડાભાઈ વાઘેલા તેનો ડ્રાઈવર દિનેશ જગન્નાથ ચૌહાણ, ભરત મણી સોમાણી, શોભનાબેન સોમાણી હોવાનું માલુમ પડ્યું હતું. આ લોકો પાસે જૂનાગઢ જીલ્લામાં પ્રવેશ માટેનો પાસ ન હોવા છતાં મંજુરી વગર પ્રવેશ કરવાની કોશિષ કરતા પોલીસે કાર ડિટેઈન કરીને બિલખા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ માલમે જાતે ફરીયાદી બની અને ચારેય સામે જાહેરનામા ભંગ અંગે કલમ ૧૮૮, ર૬૯, ર૭૦ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!