જૂનાગઢ પોલીસે ૪ વર્ષની બાળકીને તેના પરિવારજનો સાથે કરાવી આપ્યો મેળાપ

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ, મધુરમ ખાતે રહેતા રિટાયર્ડ સરકારી કર્મચારી અને માઉથ ઓર્ગન આર્ટિસ્ટ બી.કે.પરમાર (મો.ઃ- ૯૪૨૬૮ ૭૦૭૭૦)એ રૂબરૂ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને પોતાની ચાર વર્ષની ભાણેજ હિર કેવલભાઈ રાઠોડ સાથે રૂબરૂ મળી, પોતે પોતાની ભણેજ હિરને મામાના ઘરે જૂનાગઢ ખાતે લાવેલ હોય અને ત્યારબાદ લોકડાઉન જાહેર થતા, પોતાના ત્યાં ચાર વર્ષની ભાણેજ હિર ફસાઈ ગયેલ હતી. હાલમાં લોકડાઉન લંબાયેલ હોય અને જાહેરનામું લાગુ કરવામાં આવેલ હોય, પોતાની ભાણેજ રાજકોટ ઘરે જવા જીદ પકડી રડયા કરતી હોય, તેની માતા પણ રાજકોટ વલોપાત કરતી હોય, પોતે અવાર નવાર પોતાની ભણેજને રાજકોટ મોકલવા પ્રયત્ન કર્યા પરંતુ, મંજૂરી મળતી ના હાય, પોતાને પોતાની ભાણેજને રાજકોટ મુકવા જવા માટે વ્યવસ્થા અને મદદ કરવા વિનંતી કરીને જણાવવામાં આવેલ હતું. માસૂમ બાળકી હિર એ માસ્ક પહેરેલ ના હોય, જૂનાગઢ પોલીસ દ્વારા બાળકીને માસ્ક પહેરાવતા અને ઓફીસ છોડવા સમયે સેનેટાઈઝરની બોટલ ભેટમાં આપતા, ૪ વર્ષની બાળકી હિર રાઠોડ પોલીસના વર્તનથી ખૂબ જ ખુશ થયેલ અને જતા જતા પોલીસને સલામ કરી, આશાભરી પોતાના નાના સાથે રવાના થયેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ, કમલેશભાઈ, અશોકભાઈ, કમાન્ડો સિદ્ધરાજસિંહ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા બી.કે.પરમારની ભાણેજ તથા વિગત લઈને જૂનાગઢ એસડીએમ જે.એમ. રાવલનો સંપર્ક કરી, કચેરી સાથે સંકલન કરી, મામલતદાર એચ.વી.ચૌહાણ, નાયબ મામલતદાર કિરીટભાઈ સોલંકી, અનિલભાઈ નંદાણીયા, પરમાર સહિતની ટીમ દ્વારા બી.કે.પરમારને તેની ભાણેજ હિરને રાજકોટ મુકવા જવા માટે પાસ પણ ઇસ્યુ કરવામાં આવેલ હતો. બીજા દિવસે તેમની ભાણેજ પોતાના દાદા (મુન્નાભાઈ રંગોળી ફર્નિચર) સાથે રાજકોટ પહોંચી ગઈ હતી. જૂનાગઢ શહેરના જૂનાગઢ જિલ્લામાં લોકડાઉનના કારણે મામાના ઘરે આવેલી અને ફસાઈ ગયેલ ૪ વર્ષની માસૂમ ભાણેજ હિરને જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ ખાતેથી રાજકોટ ઘરે પહોંચાડી, માતા સાથે મિલન કરાવવા માટે મદદ કરવામાં આવેલી, તેનાથી પ્રભાવિત થઈ, ત્યાં પહોંચી મુન્નાભાઈ રંગોલી ફર્નિચર વાળા (મો.ઃ- ૭૦૪૬૪૪૪૪૬૬)એ સીધા જ જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે ફોન કરી અને જૂનાગઢ પોલીસનો ખુબ આભાર વ્યક્ત કરેલ અને જણાવેલ કે જૂનાગઢ પોલીસ દ્વારા કપરા સંજોગોમાં મદદ કરવામાં આવતા, જૂનાગઢ પોલીસ પોતાની પડખે ઊભી રહી ના હોત તો, લોકડાઉનના સમયમાં પોતાની પૌત્રી રાજકોટ પહોંચી ના શકત તેવું જણાવી ગળગળા થયેલ અને ભાવ વિભોર થઈને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ હતી.

error: Content is protected !!