જૂનાગઢમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર રહેતા યુવાન ઉપર બે શખ્સોએ બીડી માગતા ના પાડતા લોખંડના સળિયાથી માર મારી ઈજા ગ્રસ્ત કર્યાની નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે સી ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મધુરમ ત્રિલોક નગર ખાતે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર રહેતા ધીરૂભાઈ કરમશીભાઈ પરમાર ૪૦ વાળા પાસે ચંદુભાઈ સામાભાઈ તથા ભુખાભાઈ મગનભાઈ બંને શખ્સોએ આવી ફરિયાદી ધીરૂભાઈ પાસે બીડીની માંગણી કરેલ બીડીની ના પાડતા ઉશ્કેરાઇ જઇ ગાળો ભાંડી લોખંડના સળિયાથી માર મારી ઈજા ગ્રસ્ત કર્યાની નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે સી ડિવિઝન એ.એસ.આઇ બી.વી. પરમાર વધુ તપાસ હાથ ધરી છે.