જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જારી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લાં એક સપ્તાહથી કાળઝાળ ગરમીનો પ્રકોપ જારી રહ્યો છે અને લોકોને ફરજીયાત ઘરમાં જ રહેવું પડે તેવી સ્થિતિ સર્જાણી છે. આગામી દિવસો હિટવેવનાં જવાના છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
એક તરફ કોરોના વાયરસની બિમારીનું સંક્રમણ ન થાય તે માટેની તકેદારી અને પરેજી પાળવા માટેની સાવચેતીનાં નિયમો કરવામાં આવી રહેલ છે અને લોકડાઉનનાં અમલીકરણ દરમ્યાન તેનું ચુસ્તપણે પાલન થાય તે માટે સંબંધિત તંત્ર દિન-રાત મહેનત કરી રહેલ છે. આ દરમ્યાન રસ્તા ઉપરથી પસાર થવું એ પણ બપોરનાં સમયે આકરૂં પડી જતું હોય છે. ભલે સવારનાં ૮ થી ૧ર બજારો ખુલ્લી હોય અને બપોરનાં ૧ર થી ૬ બજારો ખુલ્લી હોય તેમ છતાં સખ્ત તાપ અને ગરમીનાં આવરણ વચ્ચે જનજીવન પ્રભાવિત બન્યું છે અને હજુ પણ ઉનાળાનાં આકરા દિવસો શરૂ થવાની આગાહી અને હિટવેવ જેવી સ્થિતિ સર્જાવાની નોબત આવી રહી છે. ઉનાળાની આ સખ્ત ગરમીનાં સમયમાં લોકો ઠંડી અને રાહત થાય તેવી ફળફળાદી અને ચીજ-વસ્તુઓનું સેવન કરી રહ્યાં છે. ખાસ કરીને લીબું સરબત, સક્કરટેટી, તરબુચ તેમજ જુદી-જુદી ફલેવરનાં આઈસ્ક્રીમ-ઘરમાં બનેલી કેન્ડી વગેરેનો પણ ઉપયોગ વધી રહ્યો છે. આ ઉપરાંત ઈલેકટ્રીક ઉપકરણો પંખા, એસીનાં વપરાશમાં વધારો થઈ રહ્યો છે. ગમે ત્યાંથી લોકોને ગરમીમાં રાહત થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે અને ખાસ કરીને ગરમીનાં આ દિવસોમાં લુ લાગવાથી ચેતીને રહેવું અને સાવચેતી રાખવા તબીબો સલાહ આપી રહ્યાં છે.

error: Content is protected !!