જૂનાગઢમાં ફલેટ ભાડે આપવાની ના પાડતા બળજબરીથી ચાવી કઢાવી લઈ ધમકી આપતાં ફરીયાદ

0

જૂનાગઢમાં લુખ્ખાગીરી બેફામ હોય ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં એપાર્ટમેન્ટમાં ફલેટ ભાડે આપવાની ના પાડતા ફલેટની ચાવી બળજબરીથી કઢાવી લઇ તેમજ અન્ય ભાડુઆતો અને ફલેટ ધારકોને ફલેટ ખાલી કરવાની ધમકી આપ્યાની ચાર શખ્સો સામે પોલીસમાં ફરીયાદ નોંધાતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસમાં અરસફભાઈ રજબઅલી પોપટિયાએ આ કામનાં આરોપી સલમાન ગામેતી, ટકો અને અમદાવાદી નામનો માણસ તથા નાજીમ સોઢા એમ ચારેય શખ્સો સામે ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે દોલતપરા રામેશ્વર એપાર્ટમેન્ટ ખાતે કેનેડા રહેતા મેરબાનીબેનના ૩ ફલેટની રખેવાળી ફરિયાદી કરતા હોય જેથી ચારેય શખ્સોએ ત્રણ ફલેટ પૈકીના ત્રણ એક ફલેટ ભાડે આપવાની માંગ કરતાં ફરિયાદીએ ફલેટ ભાડે આપવાની ના પાડતા બળજબરીપૂર્વક ફલેટની ચાવી ફરિયાદી પાસેથી કઢાવી લીધી હતી અને બાદમાં ફરીયાદી રખેવાળ દ્વારા ફલેટમાં બીજી બાજુ તાળું મારી દેતા ચારેય શખ્સોએ અન્ય બીજા બે ફલેટના ભાડુઆતોને પણ ફલેટ ખાલી કરી ચાવી પોતાને આપી દેવા ધમકી આપ્યાની તથા બળજબરીથી મકાન પડાવી લેવાની કોષિશ કર્યા અંગેની નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ વી.આર ચાવડા ચલાવી રહ્યા છે.