કોરોનાનાં કેસથી ભેંસાણ પંથકમાં રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત, ૭ ચેકપોસ્ટ ઉભી કરાઈ

0

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધમાં છૂટછાટ આપવામાં આવેલ હોય, તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા લોકો માસ્ક પહેરે, સોશ્યલ ડિસ્ટન્સ જાળવે, કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.કે.ચૌધરી ખાસ નિમણૂક કરી, ચાર્જ આપી, કોરોના વાયરસ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે કોરોના પોઝિટિવ કેસો આવતા, ભેસાણ ટાઉનને કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરી, સંક્રમણ આગળ ના વધે અને લોકોમાં કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ભેસાણ ટાઉન અને આજુબાજુનો ત્રણ કિલોમીટરનો વિસ્તારમાં બિલકુલ પ્રવેશ બંધી ફરમાવવામાં આવેલ છે. જિલ્લા કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં અવર જવરના તમામ રસ્તા ઉપર કુલ ૦૭ ચેક પોસ્ટ ઉભી કરી, તમામ ચેક પોસ્ટ ઉપર પોલીસ સ્ટાફને તૈનાત કરી, આવતા જતા તમામ વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવેલ હોય, બહારના માણસોને ભેંસણમાં તેમજ ભેંસાણના લોકોને મંજૂરી વગર આવવા જવા દેવામાં આવતા નથી. ઇમરજન્સી સેવા માટે આ ચેકપોસ્ટ પૈકી ૦૧ રાણપુર ચેક પોસ્ટ અવર જવર માટે ચાલુ રાખવામાં આવેલ છે, પરંતુ આવવા જવા માટે પાસ હોવા જરૂરી છે. ચેક પોસ્ટ ઉપર પોલીસ સ્ટાફની સાથે સાથે સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવેલા છે, જેના આધારે ભેંસાણમાં અવર જવર કરતા લોકો ઉપર નજર રાખવા આવે છે. કન્ટેઈનમેન્ટ વિસ્તાર તથા ચેક પોસ્ટ ઉપર બેનર તથા ચેતવણીના બોર્ડ મારેલ છે. ચેક પોસ્ટ ઉપર પણ પીએસઆઇ કે.સી.રાણા તથા પીએસઆઇ બી.એમ. વાઘમશીને ખાસ ચેક પોસ્ટ ઉપર તૈનાત કરવામાં આવેલ છે. ભેસાણ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં તથા બફર ઝોન વિસ્તારમાં કુલ ૦૫ ટીમો દ્વારા સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ રાખવામાં આવેલ છે. વગર કારણે નીકળતા માણસો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે છે. પોલીસ દ્વારા ભેસાણમાં લોકડાઉન સબબ વગર કારણે ફરતા લોકો, માસ્ક પહેર્યા વગર ફરતા લોકો, સોશ્યલ ડિસ્ટનસિંગ નહિ જણાવતા લોકો, વિગેરે ઉપર જાહેરનામા ભંગના આશરે ૮૦ જેટલા ગુના દાખલ કરી, આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.

error: Content is protected !!